Ekta Kapoor ને કારણે ચમકી ગઈ આ 10 અભિનેત્રીઓની કિસ્મત, એક તો અત્યારે મોદી સરકારમાં મંત્રી છે!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ટીવી ક્વીન એક્તા કપૂરના પ્રોડક્શન બેનર બાલાજી ટેલીફિલ્મ્સને 25 વર્ષ પૂર્ણ થયા. આ 25 વર્ષોમાં આ બેનર હેઠળ અનેક નવા ચહેરાઓની કિસ્મત બદલાઈ. લોકોને આ કલાકારોની ભૂમિકા ખુબ પસંદ પડી. આ કલાકારોને તેમના અદભુત અભિનય બદલ લોકોના દિલમાં શ્રેષ્ઠ સ્થાન મળ્યું. એક્તા કપૂરે આ કલાકારોને એવો સ્ટારડમ હાંસિલ કરવાનો મોકો આપ્યો, જેની લોકો માત્ર કલ્પના કરી શકે છે. બાલાજી ટેલીફિલ્મ્સના આ શોઝમાં કલાકારોએ નિભાવેલા રોલે તેમને નવી ઉંચાઈએ લઈ ગયા છે. વર્ષો બાદ પણ આ કલાકારો તેમના તે સમયના રોલ માટે પ્રખ્યાત છે. આવો જાણીએ એવી અભિનેત્રીઓને જેમણે એક્તા કપૂરના શોથી ઓળખાણ મળી.
 

 

 

સ્મૃતિ ઈરાની

1/10
image

સ્મૃતિ ઈરાની એક સમયે ટીવીનું ખ્યાતનામ કલાકાર હતી. આજે ભલે તે રાજનીતિમાં હોય, પરંતુ સ્મૃતિને ક્યોંકી સાસ ભી કભી બહુથીની તુલસીના રોલમાં આજે યાદ કરવામાં આવે છે. આ શોથી સ્મૃતિ ઈરાનીની લોકપ્રિયતા વધી હતી. વર્ષો સુધી સ્મૃતિ ઈરાનીએ આ શોમાં કામ કર્યું હતું.

ઉર્વશી ધોળકિયા

2/10
image

ઉર્વશી ધોળકિયાને આજે પણ કસૌટી ઝિંદગી કીની કોમોલિકા નામથી ઓળખવામાં આવે છે. આ સીરિયલમાં તેનો નેગેટિવ રોલ લોકોને ખુબ પસંદ પડ્યો હતો. કસૌટી ઝિંદકીમાં હિના ખાન અને આમના શરીફે કોમોલિકાનો રોલ નિભાવ્યો, પરંતુ ઉર્વશીના રોલને તેઓ માત ન આપી શક્યા.

શ્વેતા તિવારી

3/10
image

કસૌટી ઝિંદગી કીની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીને સૌ કોઈ જાણે છે. અનુરાગ બાસુ અને મિસ્ટર બજાજ સાથે તેની પ્રેમ કહાણીનો ટ્રેક ખુબ ચાલ્યો હતો. આ શોથી તેમને બહું લોકચાહના મળી. કસૌટી ઝિંદગી કી 2 સિરીયલ ટેલીકાસ્ટ થઈ પરંતુ તેમા શ્વેતા તિવારી જેવી છાપ એરિકા ફર્નાન્ડિશ છોડી શકી નહીં.

શ્રીતિ ઝા

4/10
image

શ્રીતિ ઝા આમ જોવા જઈએ તો અનેક શો કરી ચુકી છે. પરંતુ એક્તા કપૂરની સીરિયલ કુમકુમ ભાગ્યથી તેની કિસ્મત જાણે એકદમ ચમકી ઉઠી. શબ્બીર આહલૂવાલિયા સાથે તેની જોડી લોકોને ખુબ જ પસંદ પડી. શ્રૃતિ ઝાની આ સીરિયલમાં છેલ્લા 7 વર્ષથી સૌની લોકપ્રિય સીરિયલમાંથી એક છે.

સાક્ષી તંવર

5/10
image

સાક્ષી તંવરે સીરિયલ કહાની ઘર ઘર કીથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગલું ભર્યું હતું. આ શોથી સાક્ષીને ફેમ મળ્યું. સાક્ષીએ સંસ્કારી વહુ પાર્વતિ અગ્રવાલનો રોલ નિભાવી ભારે લોકચાહના મેળવી. આ સીરિયલથી તેમણે લોકોનું દિલ જીતી લીધું.  

પ્રાચી દેસાઈ

6/10
image

કસમ સે સીરિયલથી પ્રાચી દેસાઈને ખુબ લોકપ્રિયતા મળી. પ્રાચી દેસાઈની રામ કપૂર સાથે જોડી લોકોને ખુબ પસંદ પડી હતી. બાનીનો રોલ ઘરે ઘરે પ્રખ્યાત થયો હતો. પ્રાચીએ ટીવી બાદ ફિલ્મોમાં પણ સારા રોલ નિભાવ્યા છે.  

મૌની રૉય

7/10
image

મૌની રૉયે પોતાના કરિયરની શરૂઆત ક્યોંકી સાસ ભી કભી બહુ થી સાથે કરી હતી. આ સીરિયલમાં તેણે ક્રિષ્ના તુલસીની ભૂમિકા નિભાવી હતી. જો કે આ રોલથી તેને એટલી લોકચાહના મળી નથી. પરંતુ 2015માં આવેલી નાગિન સીરિયલથી લોકોએ તેનો રોલ પસંદ પડ્યો. આ શો બાદ મૌની પ્રસિદ્ધીની નવી શિખર પર પહોંચી ગઈ. આજે લોકો મૌનીની બોલીવુડ ફિલ્મોને પણ પસંદ કરી રહ્યાં છે.

અંકિતા લોખંડે

8/10
image

અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તામાં અર્ચના દેશમુખનો રોલ નિભાવી શરૂઆત કરી. આ તેમની ડેબ્યૂ સીરિયલ હતી. આ સીરિયલમાં અર્ચનાનો રોલ લોકોને ખુબ પસંદ પડ્યો. આજે પણ લોકો અંકિતાને અર્ચનાના રૂપથી જાણે છે. અંકિતા આગામી દિવસોમાં પવિત્ર રિશ્તા 2માં અર્ચનાના રોલમાં જોવા મળશે.

અનીતા હસનંદાની

9/10
image

અનીતા હસનંદાની એક્તા કપૂરની એક સારી મિત્ર છે. આ અભિનેત્રીને કભી સૌતન કભી સહેલીથી નામના મળી. ત્યારબાદ અનીતા અનેક સીરિયલોમાં જોવા મળી. કાવ્યાંજલિ, નાગિનમાં તેની ભૂમિકા લોકોને ખુબ પસંદ પડી હતી.

આમના શરીફ

10/10
image

આમના શરીફનો કહી તો હોગા સીરિયલમાં રોલે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. આ રોલથી આમના શરીફની લોકચાહના વધી. આ શો ત્યારના સમયે ખુબ હીટ રહ્યો હતો. વર્ષો બાદ આમનાએ કસૌટી ઝિંદગી કી 2માં કોમોલિકાનો રોલ કરી નામના મેળવી.