મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે પોતાના જૂના રંગમાં પરત ફરી આવ્યા છે. પોતાની સ્પષ્ટ વાત માટે જાણીતા રાજ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે, ભગવા મારા ડીએનએમાં છે. સાથે તેમણે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)નું સમર્થન કર્યું અને કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘુષણખોરોને બહાર ફેંકી દેવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલા સાહેબ ઠાકરેની જયંતી પર પાર્ટીના ઝંડાના રંગને ભગવા રંગમાં ફેરવનાર રાજ ઠાકરેએ મુંબઈમાં કહ્યું કે, ભગવા ઝંડો વર્ષ 2006થી મારા દિલમાં હતો. અમારા ડીએનએમાં ભગવો છે. હું મરાઠી છું અને એક હિન્દુ છું. સાથે તેમણે કહ્યું કે, મુસલમાન પણ આપણા છે. તેમણે આ દરમિયાન નાગરિકતા સંશોધિત કાયદાનું સમર્થન કર્યું હતું. મનસે પ્રમુખે કહ્યું કે, હું હંમેશાથી કહેતો રહ્યો છું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘુષણખોરોને દેશની બહાર ફેંકી દેવા જોઈએ. 


રંગ બદલનારી સરકારની સાથે નહીં
રાજ ઠાકરે ઘણીવાર પીએમ મોદીની ટીકા પણ કરી ચુક્યા છે. તેના પર તેમણે કહ્યું કે, મને જ્યારે લાગે છે કે તેમણે જે કહ્યું તે યોગ્ય નથી, તો હું તેમની ટીકા કરુ છું. પરંતુ જ્યારે તેમણે સારા કામ કર્યાં તો મેં તેમની પ્રશંસા કરી છે. તો મહારાષ્ટ્ર સરકાર પર તેમણે કહ્યું કે, રંગ બદલનારી સરકારોની સાથે જતો નથી. રાજ ઠાકરેનું નિશાન શિવસેના તરફ હતું જેણે થોડા સમય પહેલા એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવી છે. 


ખોટા વચનોની સ્પર્ધામાં પહેલું ઈનામ જીતશે કેજરીવાલઃ અમિત શાહ 


બહારના લોકોને શરણ કેમ
રાજ ઠાકરેએ તે પણ કહ્યું કે, જે પક્ષોએ સીએએ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે, તેની પાર્ટી મનસે તેની વિરુદ્ધ મોરચો ખોલશે. સીએએ વિશે તેમણે કહ્યું કે, જે લોકો બહારથી ગેરકાયદે રીતે આવ્યા છે, તેને કેમ શરણ આપવું જોઈએ? રાજ ઠાકરેએ કહ્યું કે, આગામી થોડા દિવસમાં તે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન કે મુખ્યપ્રધાનને મળશે અને તેમની સમક્ષ કેટલાક મુદ્દા ઉઠાવશે. મુસ્લિમ ધર્મગુરૂઓ વિશે તેમણે કહ્યું કે, તે વિદેશ જાય છે પરંતુ કોઈ નથી જાણતું કે કે ક્યાં કામથી જાય છે. જ્યારે પોલીસ પણ ત્યાં સુધી જઈ શકતી નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...