રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે ગરીબ પરિવારો માટેની તેમની મહત્વાકાંક્ષી ચિરંજીવી યોજના હેઠળ વીમા કવરની રકમ વાર્ષિક રૂ. 10 લાખથી વધારીને રૂ. 25 લાખ કરવાની જાહેરાત કરી. રાજ્ય વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરતી વખતે ગેહલોતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યોજનાનો લાભ હવે ગરીબ તેમજ આર્થિક રીતે નબળા પરિવારોને પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 લાખનો અકસ્માત વીમો પણ મળશે
રાજસ્થાનના સીએમએ કહ્યું કે તેઓ ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ આવતા નાણાકીય વર્ષથી પરિવાર દીઠ વીમા કવરની રકમ રૂ. 10 લાખથી વધારીને રૂ. 25 લાખ કરવામાં આવશે. ગેહલોતે કહ્યું કે હવે આર્થિક રીતે નબળા પરિવારોને પણ આ યોજનાનો મફત લાભ મળશે. ગેહલોતે આ યોજના હેઠળ અકસ્માત વીમાની રકમ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે.


આ પણ વાંચો:
મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો
SAVE MONEY: દરેક રેસ્ટોરન્ટ ફૂડ પર નથી વસૂલી શકતી GST, આ રીતે કરો બીલ ચેક


રાજસ્થાનની આ સ્વાસ્થ્ય વીમા યોજના 1 મે 2021થી લાગુ થઈ છે. આ યોજના રાજ્યના પછાત લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. મુખ્ય મંત્રી ચિરંજીવ સ્વાસ્થ્ય વીમા યોજનાની રજૂઆત પહેલાં, રાજ્યના તમામ લોકોને સરકારી હોસ્પિટલોમાં મફત તબીબી અને સર્જિકલ સારવારની સુવિધા હતી. પરંતુ, હવે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં પણ દરેક વ્યક્તિ મફત સારવારનો લાભ લઈ શકશે.


હોસ્પિટલમાં એડમિટ થવા પર પણ મળશે યોજનાનો લાભ 
આ કાર્યક્રમ હેઠળ, નોંધાયેલા પરિવારોને સરકારી અને જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં મફત તબીબી સારવારનો લાભ મળશે. આ સાથે, વ્યક્તિના ડિસ્ચાર્જ પછીના 15 દિવસ અને તેના પાંચ દિવસ પહેલા સુધીના ખર્ચની સુવિધા પણ ઉપલબ્ધ થશે. દરેક પ્રકારની બીમારીને આમાં કવર કરવામાં આવી છે.   મોટાભાગના લોકોએ સેવાઓનો લાભ લેવા માટે માત્ર રૂ. 850 ચૂકવવા પડશે, જે રૂ. 1,700ના કુલ પ્રીમિયમના 50 ટકા છે. બાકીના 50 ટકાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. 


આ પણ વાંચો:
એક વિવાહ ઐસા ભી, IASએ દીકરાની એવી રીતે લગ્ન કર્યા કે સૌ જોતા રહી ગયા
સૌરાષ્ટ્ર-કચ્છની 66માંથી 63 નગર પાલિકા કંગાળ, અધધ... કરોડ રૂપિયાનું બિલ બાકી!


2011ની સામાજિક-આર્થિક વસ્તી ગણતરી અનુસાર, રાજસ્થાન સરકાર નાના અને સીમાંત ખેડૂતો, કોન્ટ્રાક્ટ કામદારો અને ખાદ્ય સુરક્ષા લાભાર્થી પરિવારોને પણ સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવે છે. આ ઉપરાંત, 1 એપ્રિલ 2022થી, રાજ્ય સરકાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ પણ કવર કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube