Bharatpur Murder: જમીન પર સૂતેલા યુવક પર એક નહીં પરંતુ 8 વાર ટ્રેક્ટર ચડાવી દીધુ, ઘટનાનો Video વાયરલ
Bharatpur man crushed by tractor: ભરતપુરમાં રાજસ્થાનના બયાનાથી એક અત્યંત હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હડકંપ મચી ગયો છે. જ્યાં એક ગામમાં બે પક્ષો વચ્ચે જમીન વિવાદની અદાવત હત્યાનું કારણ બની ગઈ.
Bharatpur man crushed by tractor: ભરતપુરમાં રાજસ્થાનના બયાનાથી એક અત્યંત હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હડકંપ મચી ગયો છે. જ્યાં એક ગામમાં બે પક્ષો વચ્ચે જમીન વિવાદની અદાવત હત્યાનું કારણ બની ગઈ. હત્યાના આ મામલામાં એવી તે હેવાનિયત આચરવામાં આવી કે એક પક્ષના લોકોએ બીજા પક્ષના યુવકને ટ્રેક્ટરથી કચડીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટરથી એક યુવક નીચે પડેલા વ્યક્તિ પર ઓછામાં ઓછું 8 વખત ટ્રેકટર ચડાવી દે છે. વીડિયોમાં આરોપી ટ્રેક્ટરથી કચડીને હત્યા કરતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો જેણે જોયો તેના હોશ ઉડી ગયા.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માર્યા ગયેલા વ્યક્તિના પરિજનો રડી રહ્યા છે કરગરી રહ્યા છે. પરંતુ અંગત અદાવતમાં ઘટેલી આ હત્યાની વારદાતમાં બદલો લેવા ઉતારું બનેલા આરોપી ટ્રેક્ટર ચાલકને જરાય દયા ન આવી. ભોગ બનેલો વ્યક્તિ જમીન પર સૂઈ ગયો અને આરોપીએ તેના પર ભારે ભરખમ ટ્રેક્ટર એક નહીં પરંતુ ઓછામાં ઓછું 8 વાર ચડાવી દીધુ. ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. માર્યો ગયેલો યુવક નિરપત ગુર્જર અતર સિંહનો પુત્ર હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બયાના સીએચસી મોકલી દેવાયો છે.
ટ્રેક્ટર અટકાવવા માટે સૂઈ ગયો હતો યુવક
ભરતપુર જિલ્લામાં બયાનાના ગામમાં બહાદુર અને અતર સિંહ ગુર્જર પક્ષો વચ્ચે ઘણા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો હતો. લગભગ 4 દિવસ પહેલા જ બંને પક્ષોએ એકબીજા સામે કેસ કર્યો હતો. પરંતુ બુધવારે સવારે તે વિવાદમાં બંને પક્ષના લોકો એકવાર ફરીથી આમને સામને આવી ગયા. આ દરમિયાન એક વ્યક્તિ ટ્રેક્ટર લઈને વિવાદિત જમીન પર પહોંચી ગયો હતો. ઘટનાસ્થળે અતર સિંહ પક્ષના લોકો પણ પહોંચી ગયા. વાત વાતમાં વાત એ હદે પહોંચી ગઈ કે નિરપત નામનો એક યુવક ટ્રેક્ટર અટકાવવા માટે જમીન પર સૂઈ ગયો પરંતુ નિર્દય ટ્રેક્ટર ચાલક આરોપી યુવકે નિરપત પર જ ટ્રેક્ટર ચડાવી દીધુ. ત્યારબાદ આરોપી વારંવાર યુવક પર ટ્રેક્ટર ચડાવતો રહ્યો. આવું તેણે ત્યાં સુધી કર્યું જ્યાં સુધી તેનું મોત ન થયું.
આ મામલાની જાણકારી મળતા જ ભાજપે અશોક ગેહલોતની રાજ્ય સરકાર પર નિશાન સાંધ્યુ છે. ભાજપના નેતાઓએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજસ્થાનમાં હેવાનિયતની હદો પાર થઈ રહી છે. ત્યાં દબંગોમાં કાયદાનો ડર નથી. ભાજપ નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે રાજસ્થાનની જનતા આ બધુ સહન કરશે નહીં.
સૂચના મળતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કેટલાક લોકોની અટકાયત કરી. આ મામલે પોલીસની તપાસ ચાલુ છે. એસએસપી ઓમ પ્રકાશ કલવાનીએ જણાવ્યું કે આ મામલે મૃતકના ભાઈ વિનોદ ગુર્જરે એફઆઈઆર દાખલ કરાવી છે. આરોપીઓ વિરુદધ કડક કાર્યવાહી કરવામાં આવશે.