નવી દિલ્હી: રાજસ્થાનમાં ફરી એકવાર રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે. ભાજપના નેતાપ્રતિપક્ષ ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે કાલે અમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીશું. તેમણે કહ્યું કે ભાજપે અવિશ્વાસનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. તેમણે કહ્યું કે 40 ધારાસભ્યોની સહી પહેલાં જ પ્રસ્તાવ તૈયારી કરી ચૂક્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે આવતીકાલથી રાજસ્થાનમાં વિધાનસભા સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. આ પહેલાં ગુરૂવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક થઇ. આ બેઠકમાં કાલે રાજસ્થાન વિધાનસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કટારિયાએ કહ્યું કે બેઠકમાં ધારાસભ્યોને અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી પણ કરાવી લેવામાં આવી છે. ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે ધારાસભ્ય દળની બેઠકમાં 71  ધારાસભ્ય સામેલ હતા. ભાજપની સહયોગી પાર્ટી આરએલપીના ત્રણ ધારાસભ્ય પણ તેમાં હાજર હતા. 

રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, ગેહલોતને મળવા પહોંચ્યા સચિન પાયલટ


બીજી તરફ રાજસ્થાનમાં બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલય પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલને પૂછ્યું કે શું કાલે વિધાનસભામાં વિશ્વાસમત પર મતદાન થશે? કપિલ સિબ્બલે તેનો જવાબ આપતાં કહ્યું કે હજુ સુધી નક્કી નથી. ત્યારબાદ કોર્ટે સ્પીકર ઓફિસને તપાસ કરી જાણકારી આપવા માટે કહ્યું. હાલ આ કેસની સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કોર્ટ 6 બસપા ધારાસભ્યોને વોટિંગ અધિકારના સસ્પેંસનની માંગ પર સુનાવીણી કરી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube