ટીકિટ ફાળવણી મુદ્દે પણ રાજસ્થાનમાં ચાલ્યું વસુંધરાનું એકહથ્થુ ‘રાજ’
બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ અને સીએમ વસુંધરા રાજેની વચ્ચે નક્કી થયેલી આ શરતો મુજબ અંદાજ લગાવી શકાય છે અને સ્પષ્ટ દેખાય છે કે, ટોચના નેતૃત્વએ પણ વસુંધરા રાજેની પસંદ પર પોતાની મોહર લગાવી છે.
નવી દિલ્હી : રાજસ્થાન ઈલેક્શનને ધ્યાનમાં રાખીને બીજેપીએ 131 ઉમેદવારોનું પહેલુ લિસ્ટ જાહેર કરી દીધું છે. તેમાંથી 85 હાલના ધારાસભ્યોને ફરીથી ટિકીટ આપવાથી સ્પષ્ટ સંકેત મળ્યા છે કે આ મામલે રાજસ્થાન બીજેપીમાં માત્ર મુખ્યમંત્રી વસુંધરા રાજેનુ જ ચાલ્યું છે. રાજનીતિક ગલીઓમાં ચર્ચા છે કે, સીએમ વસુંધરા રાજેએ કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ બનાવ્યું હતું કે, તેમના દ્વારા સૂચવાયેલા એવા ધારાસભ્યોને ફરીથી મોકો મળવો જોઈએ, જેમના દમ પર બીજેપીએ 2013માં જબરદસ્ત સફળતા મેળવી હતી. 2013માં 200 સીટમાંતી 163 સીટ જીતીને બીજેપીએ રાજસ્થાનના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો.
બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ અને સીએમ વસુંધરા રાજેની વચ્ચે નક્કી થયેલી આ શરતો મુજબ અંદાજ લગાવી શકાય છે અને સ્પષ્ટ દેખાય છે કે, ટોચના નેતૃત્વએ પણ વસુંધરા રાજેની પસંદ પર પોતાની મોહર લગાવી છે. હકીકતમાં આ પાછળ સૌથી મોટું કારણ એ માનવામાં આવે છે કે, જ્યારે પણ દિલ્હીના નેતૃત્વ અને વસુંધરા વચ્ચે ખટરાગના સમાચાર આવતા તો હમેશા આ ધારાસભ્યો વસુંધરા રાજેની સાથે ઉભા જોવા મળ્યા છે.
જેનાથી સમજી શકાય છે કે, જ્યારે વિધાનસભા ઉપચૂંટણીમાં હાર બાદ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામીએ રાજીનામુ આપ્યું હતું, તો પાર્ટીનું ટોચના નેતૃત્વ રાજપૂત નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતને બદલે તેમને કમાન સોંપવા માટે ઈચ્છા ધરાવતું હતું. પરંતુ પોતાના સમર્થકો અને ધારાસભ્યોના બળ પર વસુંધરા રાજેએ આ દિલ્હી નેતૃત્વના આ પગલનો વિરોધ કર્યો હતો કે, રાજપૂત નેતાને કારણે જાટ વોટર પાર્ટીમાંથી છટકી શકે છે. આખરે વસુંધરા રાજેની વાત માનવામાં આવી અને મદન લાલ સૈનીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
વસુંધરા રાજેની પોતાના ધારાસભ્યોની પકડ મામલે 2012નો એક કિસ્સો જાણીતો છે. તે સમયે વિધાનસભા ઈલેક્શન પહેલા જ્યારે રાજ્યના હાલના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ મેવાડ ક્ષેત્રમાં યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી, તો એમ માનવામા આવ્યું હતું કે, સંઘના સમર્થનથી મુખ્યમંત્રીના ચહેરાના રૂપમાં ખુદને પ્રોજેક્ટ કરવાનો તેમનો પ્રયાસ છે. પરંતુ તે સમયે વસુંધરા રાજેએ તેનો વિરોધ કર્યો અને 50થી વધુ સમર્થનવાળા ધારાસભ્યોની સાથે પાર્ટી છોડવાની ધમકી આપી હતી. જેનુ પરિણામ એ આવ્યું કે, કટારિયાને પોતાની યાત્રા રદ કરવી પડી હતી.
વસુંધરા માટે મોટી ચેલેન્જ
આ વર્ષની શરૂઆતામં અજમેર, અલવર લોકસભા ઉપચૂંટણીમાં બીજેપીની હાર અને અહીંની તમામ 16 સીટ પર બીજેપીને પછાડવાની પૃષ્ઠભૂમિ મામલે રાજનીતિક તજજ્ઞોએ કહ્યું કે, સીએમ વસુઁધરા માટે આ વખતે ઈલેક્શન બહુ જ ચેલેન્જિંગ સાબિત થશે. હકીકતમાં હાલના વર્ષોમાં પ્રદેશમાં આવેલ ઉપચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાજ્યમાં ફરીથી કોંગ્રેસ સક્રિય થઈ છે. અનેક ઈલેક્શન પહેલાના સરવેમાં પણ કોંગ્રેસ ભાજપ પર ભારે પડશએ તેવું કહેવામાં આવ્યું છે.