Rajasthan Crisis: ગુજરાત પહોંચ્યા ભાજપના ધારાસભ્યો, ગેહલોત સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગુજરાતના પોરબંદર એરપોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય કુમાવતે આરોપ લગાવતા કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર અમને તેના પક્ષમાં મતદાન કરવા માટે દબાવ બનાવી રહી છે. તેથી અમે આગામી બે દિવસ સુધી અહીં રહીશું.
પોરબંદરઃ રાજસ્થાનમાં જારી રાજકીટ ઘટનાક્રમ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એક ડઝન જેટલા ધારાસભ્યો ગુજરાત પહોંચી ગયા છે. તેમાંથી છ ધારાસભ્યો શનિવારે ચાર્ટર વિમાનથી પોરબંદર પહોંચી ગયા છે. પોરબંદર પહોંચેલા ભાજપના ધારાસભ્ય નિર્મલ કુમાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, 'રાજસ્થાનમાં ઘણી રાજકીય ગતિવિધિઓ થઈ રહી છે. સીએમ અશોક ગેહલોતની પાસે બહુમત નથી. ગેહલોત સરકાર, ભાજપના ધારાસભ્યોને માનસિક રૂપથી પરેશાન કરી રહી છે. આ પરિસ્થિતિઓમાં અમારા 6 ધારાસભ્યો સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે.'
ગુજરાતના પોરબંદર એરપોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા રાજસ્થાન ભાજપના ધારાસભ્ય નિર્મલ કુમાવતે કહ્યુ કે, અમારી સાથે અન્ય ધારાસભ્યો પણ જોડાશે. કુમાવતે આરોપ લગાવતા કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર અમને તેના પક્ષમાં મતદાન કરવા માટે દબાવ બનાવી રહી છે. તેથી અમે આગામી બે દિવસ સુધી અહીં રહીશું.
ઝેરી દારૂઃ સોનિયા ગાંધીના ઘરની બહાર ઘરણા પર બેસસે સુખબીર સિંહ બાદલ
ધારાસભ્ય અશોક લાહોટી બોલ્યા- પોતાના મરજીથી તીર્થક્ષેત્ર પર ગયા છે ધારાસભ્યો
આ ધારાસભ્યોને જયપુર એરપોર્ટ સુધી મુકવા આવેલા ધારાસભ્ય અશોક લાહોટીએ કહ્યુ કે, તે લોકો પોતાની મરજીથી તીર્થક્ષેત્રથી ગયા છે. તેમણે આરોપ લગાવ્યો, પોલીસ અને તંત્ર, ભાજપના કેટલાક ધારાસભ્યોને પરેશાન કરી રહ્યાં છે.. ધારાસભ્યો સ્વચ્છાથી તીર્થક્ષેત્ર ગયા છે. તો ભાજપના પ્રદેશાધ્યક્ષ સતીષ પૂનિયાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યુ કે, બધા ધારાસભ્યોને જાણકારી છે કે જલદી ધારાસભ્ય દળની બેઠક થવાની છે, અને બધા તેમાં સામેલ થશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube