નવી દિલ્હી: રાજસ્થાન(Rajasthan) ના રાજકીય ઘટનાક્રમમાં એક નવો વળાંક આવ્યો છે. બહુજન સમાજ પાર્ટી (BSP)એ ગત વર્ષે કોંગ્રેસમાં સામેલ થવા માટે પાર્ટી છોડનારા છ ધારાસભ્યોને વિધાનસભામાં શક્તિપરીક્ષણ દરમિયાન સત્તાધારી પાર્ટી કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવા માટે રવિવારે વ્હિપ જાહેર કર્યો છે. વ્હિપ બહાર પાડીને તેમણે કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસપા મહાસચિવ સતીષચંદ્ર મિશ્રાએ એક નિવેદનમાં કહ્યું કે 'તમામ છ ધારાસભ્યોને અલગ અલગ નોટિસ પાઠવીને સૂચિત કરાયુ છે કે બસપા એક માન્યતાપ્રાપ્ત પાર્ટી છે અને બંધારણની દસમી અનુસૂચિની કલમ 4 મુજબ સમગ્ર દેશમાં દરેક જગ્યાએ આખી પાર્ટી (બસપા)નો વિલય થયા વગર રાજ્ય સ્તર પર વિલય થઈ શકે નહીં.'


રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, ખુબ મનોમંથન બાદ CM ગેહલોતે લીધો મોટો નિર્ણય


સતીષચંદ્ર મિશ્રાએ વધુમાં કહ્યું કે જો છ ધારાસભ્યો પાર્ટી વ્હિપ વિરુદ્ધ જઈને મતદાન કરશે તો તેઓ વિધાનસભાની સદસ્યતા માટે અયોગ્ય થઈ જશે. તેમણે કહ્યું કે નોટિસમાં આગળ જણાવાયું છે કે તેઓ બસપાના વ્હિપનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને આમ નહીં કરવાથી તેઓ વિધાનસભાની સદસ્યતા માટે અયોગ્ય ઠરશે. 


મિશ્રાએ કહ્યું કે બસપા રાજસ્થાન હાઈકોર્ટમાં અયોગ્યતાની પેન્ડિંગ અરજીમાં હસ્તક્ષેપ કરશે અથવા તો અલગથી રિટ અરજી દાખલ કરશે. 


ઉલ્લેખનીય છે કે 2018ની ચૂંટણીમાં સંદીપ યાદવ, વાઝિબ અલી, દીપચંદ ખેરિયા, લખન મીણા, જોગેન્દ્ર અવાના અને રાજેન્દ્ર ગુધા બસપાની ટિકિટ પર જીતીને વિધાનસભા પહોંચ્યા હતાં. તેમણે ગત વર્ષ 16 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં એક સમૂહ તરીકે વિલય માટે અરજી આપી હતી. વિધાનસભા સ્પીકરે અરજીના બે દિવસ બાદ આદેશ બહાર પાડીને જાહેરાત કરી હતી કે આ છ ધારાસભ્યો સાથે કોંગ્રેસના અભિન્ન સભ્ય તરીકે વ્યવહાર કરવામાં આવે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube