રાજસ્થાન: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એ શનિવારના ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 2 ધારાસભ્યોના સમર્થન બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને બહુમતનો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્યોનું સમર્થન મળ્યાની જાણકારી સીએમ અશોક ગેહલોતએ પોતે સોશિયલ મીડિયા પર આપી હતી. ગેહલોતે એક ટ્વીટમાં લખ્યું- ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના બે ધારાસભ્યોએ તેમની પ્રદેશ કારોબારી પદાધિકારીઓની સાથે મુલાકાત કરી અને તેમનો માંગ પત્રની સાથે ચર્ચા કરી સરકારને સમર્થન આપવાતની જાહેરાત કરી. તમને જણાવી દઇએ કે આ પાર્ટીએ થોડા દિવસો પહેલા ગેહલોત સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો.


આ પણ વાંચો:- કોરોનાને લઇને સારા સમાચાર, સ્વદેશી વેક્સીન COVAXINનું હ્યૂમન ટ્રાયલ શરૂ


શનિવારે ધારાસભ્યોએ મીડિયાને કહ્યું, 'અમે સરકાર પાસેથી કેટલીક માંગણીઓ કરી હતી, જેને સ્વીકારવા માટે સરકાર સહમત થઈ છે. અમે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસને ટેકો આપવા તૈયાર છીએ. જો ફ્લોર ટેસ્ટ હોય તો અમે કોંગ્રેસને ટેકો આપીશું.


આ પણ વાંચો:- રામ મંદિરના મોડલમાં થયો મોટો ફેરફાર, કંઇક આવું હશે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર


તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા ભારતના ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ મહેશ ભાઈ વસાવાએ તેમની પાર્ટીના બંને ધારાસભ્યોને એક પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં ના તેઓ કોંગ્રેસને, ના અશોક ગેહલોતને, ના સચિન પાયલોટને અને ના તો ભાજપને મત આપો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube