જયપુર: રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. એવામાં રાજસ્થાન સરકાર ક્ષતિપૂર્તિમાં જોડાઇ ગઇ છે. સરકાર નારાજ ચાલી રહેલા ગુર્જર અને રાજપૂત સમાજને રીજવવામાં લાગી ગઇ છે અને આ ક્રમમાં સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. રાજસ્થાનના આ બે સમુદાય પૂર્વમાં ભાજપના વોટર રહ્યા છે. જોકે હવે આ બંને સમુદાય સરકારથી નારાજ છે. જેથી 2 જૂલાઇના રોજ સરકારે બે મોટા નિર્ણય લીધા. તેમાં તે ગુર્જર સમુદાયને ઓબીસી અને એમબીસીમાં અનામત આપવા માટે રાજી થઇ ગઇ તો બીજી તરફ રાજપૂતો વિરૂદ્ધ દાખલ કેસ પાછા ખેંચવા માટે તૈયાર થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા અહેવાલો અનુસાર 2017માં નાગૌર જિલ્લાના સનવદ ગામમાં થયેલી હિંસા બાદ પોલીસે 24 રાજપૂતો વિરૂદ્ધ કેસ દાખલ કર્યા હતા. જેમાં રાજપૂત સમુદાયના મોટા ચહેરા ગિરિરાજ સિંહ લોટવાડા, લોકેંદ્વ સિંહ કલવી વિરૂદ્ધ રમખાણો ફેલાવવા અને ભીડને ઉશ્કેરવાના આરોપનો કેસ દાખલ કર્યો હતો. આ બધા લોકોએ પોલીસ દ્વારા રાજપૂત સમુદાયના અપરાધી આનંદપાલ સિંહના એંકાઉન્ટર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. જાણકારી અનુસાર સોમવારે ભાજપના કેટલાક રાજપૂત નેતાઓએ સીએમ વસુંધરા રાજે પાસે આ કેસને પરત લેવાની માંગ કરતાં મુલાકાત કરી હતી. 


આ નેતાઓએ પોતાની માંગ રજૂ કરતાં કહ્યું છે કે પોલીસે નિર્દોષ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યા છે. કેસમાં ભાજપ યુવા મોરચા ટ્રેનિંગ સેલના રાજ્ય સમન્વયક સુરેંદ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે હજારો લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો કારણ કે તેમને પોલીસ એંકાઉન્ટમાં મોતને ભેટેલા આનંદપાલ સિંહની મોત વિરૂદ્ધ આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમે સીએમ રાજે પાસે આ મામલે સહાનુભૂતિની માંગ કરી અને તેના પર વિચાર કરવા માટે જણાવ્યું. ત્યારબાદ તે નિયમો અનુસાર કેસ પરત લેવા માટે રાજી થઇ ગયા.