જયપુર : રાજસ્થાનમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ ગહલોતે મંત્રીમંડળમાં રહેલા મંત્રીઓને વિભાગોની સોંપણી કરી દીધી છે. મુખ્યમંત્રી ગહલોતે બંન્ને મહત્વનાં વિભાગ ગૃહ અને નાણા મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. રાજ્યનાં મંત્રીઓમાં વિભાગની વહેંચણી દરમિયાન ઘણી જ સાવધાની રાખવામાં આવી છે. ગહલોતે નાણા અને ગૃહ સહિત 9 મંત્રાલય પોતાની પાસે જ રાખ્યા છે. તો સચિન પાયલોટને લોકનિર્માણ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત કુલ 5 વિભાગો ફાળવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે , રાજસ્થાનમાં 17 ડિસેમ્બરે અશોક ગહલોત અને સચિન પાયલોટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ 24 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તર કરવામાં આવ્યું જેમાં 13 કેબિનેટ મંત્રી અને 10 રાજ્ય મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.જો કે છેલ્લા 3 દિવસથી નવા મંત્રીઓનાં વિભાગો અંગે સસ્પેન્સ યથાવત્ત હતું. બંન્ને નેતા અશોક ગહલોત અને પાયલોટ પોતાનાં જુથનાં મંત્રીઓ આવે તે માટે લોબિંગ કરી રહ્યા હતા. 


ટોપનાં નેતા વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહના કારણે સંમતી સધાવામાં વધારે સમય લાગ્યો. વિભાગોની વહેંચણી પહેલા બુધવારે સાંજે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. સુત્રો અનુસાર ગહલોત ઉપરાંત પાર્ટીના રાજસ્થાન પ્રભારી અવિનાશ પાંડેય અને કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પણ રાહુલ ગાંધીના ઘરે 12 તુગલક લેન પહોંચ્યા. બુલાકી દાસ કલ્લાને ઉર્જા વિભાગ અને પાણી પુરવઠ્ઠા વિભાગ સહિત 4 વિભાગ સોંપવામાં આવ્યા છે. જ્યારે શાંતિ કુમાર ધારીવાલને સંસદીય કાર્ય મંત્રાલય સહિત 3 વિભાગ આપવામાં આવ્યા છે.