નવી દિલ્હીઃ Ashok Gehlot Meets Sonia Gandhi: રાજસ્થાન કોંગ્રેસમાં ઉભા થયેલા સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે દિલ્હી પહોંચ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. દિલ્હી પહોંચવા પર અશોક ગેહલોતે કહ્યુ કે અમે કોંગ્રેસ અધ્યક્ષને અધીન કામ કરીએ છીએ. આવનારા સમયમાં તે અનુસાર નિર્ણય લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે મીડિયાએ દેશના મુદ્દાને સમજવા જોઈએ. લેખકો, પત્રકારોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે અને જેલમાં પૂરવામાં આવી રહ્યાં છે. અમને તેની ચિંતા છે અને રાહુલ ગાંધી તે માટે યાત્રા પર છે. ગેહલોતે કહ્યું કે આ ઘરની વાત છે, બધુ બરાબર છે. કાલે હું સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીશ, ત્યારે હું તમારી સાથે વાત કરીશ. અત્યારે હું કહીશ કે કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસની અંદર હંમેશા અનુશાસન રહ્યું છે. સોનિયા ગાંધીના અનુશાસનને દેશ જાણે છે. 


આ પણ વાંચોઃ 40 વર્ષનું કરિયર, આતંકવાદી વિરોધી ઓપરેશનનો અનુભવ, જાણો કોણ છે નવા CDS અનિલ ચૌહાણ


શું બોલ્યા અશોક ગેહલોત?
અશોક ગેહલોતે કહ્યુ કે દેશમાં મોંઘવારી હોય, બેરોજગારી હોય કે તાનાશાહી પ્રવૃત્તિ, રાહુલ ગાંધીને તેની ચિંતા છે. કોંગ્રેસમાં અમને બધાને તે વાતની ચિંતા છે કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. તેનો સામનો કરવો અમારા માટે ખુબ જરૂરી છે. અંદરની રાજનીતિ ચાલુ રહે છે અમે તેને ઉલેકી લેશું. 


ગેહલોતના નજીકના ધારાસભ્યોને મળી નોટિસ
આ પહેલા રાજસ્થાનના ઘટનાક્રમને લઈને મંગળવારે 927 સપ્ટેમ્બર) પ્રભારી અજય માકન અને પર્યવેક્ષક મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટના આધાર પર કોંગ્રેસની અનુશાસન સમિતિએ ગેહલોતના નજીકના ધારાસભ્યોને કારણ દર્શાવો નોટિસ મોકલી હતી. કોંગ્રેસે ધર્મેન્દ્ર રાઠોર સહિત સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલ અને મુખ્ય સચેતક મહેશ જોશીને નોટિસ મોકલી 10 દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube