40 વર્ષનું કરિયર, આતંકવાદી વિરોધી ઓપરેશનનો અનુભવ, જાણો કોણ છે નવા CDS અનિલ ચૌહાણ

retired lt general anil chauhan new cds: જનરલ બિપિન રાવતના નિધન બાદ અનિલ ચૌહાણને સીડીએસની જવાબદારી મળી છે. અનિલ ચૌહાણને આતંકવાદ વિરોધી અભિયાનોમાં મહારત હાસિલ છે. 

40 વર્ષનું કરિયર, આતંકવાદી વિરોધી ઓપરેશનનો અનુભવ, જાણો કોણ છે નવા CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે મોટો નિર્ણય લેતા લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ (સેવાનિવૃત્ત) ને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવાનો આદેશ જાહેર કર્યો. જનરલ બિપિન રાવતના નિધન બાદ અનિલ ચૌહાણને સીડીએસની જવાબદારી મળી છે. અનિલ ચૌહાણને આતંકવાદ વિરોધી અભિયાનોમાં મહારત હાસિલ છે. તેમની આતંકના ગઢ બારામૂલામાં પણ તૈનાતી રહી છે. એનએસએ અજીત ડોભાલના મિલિટ્રી એડવાઇઝર રહી ચુકેલા અનિલ ચૌહાણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો..

રક્ષા મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ ભારત સરકારના સૈન્ય મામલાના વિભાગના સચિવના રૂપમાં પણ કામ કરશે. 18 મે 1961મા જન્મેલા લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ દેશના નવા સીડીએસ હશે. તેમને 1981માં 11મી ગોરખા રાઇફલ્સમાં કમીશન આપવામાં આવ્યું હતું. 

40 વર્ષનું રહ્યું કરિયર
લગભગ 40 વર્ષોના કરિયરમાં લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણે ઘણા કમાન્ડ, સ્ટાફ અને સહાયક નિમણૂંકો હાસિલ કરી. તેમને જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદી વિરોધી અભિયાનોમાં વ્યાપક અનુભવ રહ્યો છે. આતંકવાદ વિરુદ્ધ ઓપરેશનમાં તેમને મહારથ હાસિલ છે. 

આ પણ વાંચોઃ આ 10 કારણ જેના લીધે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

બારામૂલામાં તૈનાતી
આઈએમએ દેહરાદૂન અને રાષ્ટ્રીય રક્ષા એકેડમી ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી રહેલા લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણે ઉત્તરી કમાનના બારામૂલા સેક્ટરમાં મેજર જનરલના પદ પર પણ ઇન્ફેન્ટ્રી ડિવીઝનની કમાન સંભાળી છે. બાદમાં પૂર્વોત્તરમાં એક કોરની કમાન સંભાળી અને પછી સપ્ટેમ્બર 2019થી પૂર્વી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ બન્યા. 31, મે 2021ના સેવામાંથી સેવાનિવૃત્ત થવા સુધી આ પદ પર રહ્યાં હતા. 

બહાદુરી માટે ઘણા મેડલથી સન્માનિત
સેનામાં વિશિષ્ટ અને શાનદાર સેવા માટે લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ (સેવાનિવૃત્તિ) ને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મડેલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે એનએસએ અજીત ડોફાલના મિલીટ્રી એડવાઇઝર પણ રહ્યાં છે. ચૌહાણે અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના રૂપમાં પણ કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news