નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બનતી જઈ રહી છે, કોંગ્રેસના હાઈકમાન્ડ પર દબાણ બનાવવાની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સચિન પાટલટના સમર્થક ઈન્દ્રમોહન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી આપ્યું છે. સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં લાગી રહેલા સમયને કારણે ઇન્દ્રમોહને રાજીનામું આપ્યું છે. ઈન્દ્રમોહન સિંહા રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા સુરક્ષાની પુરતી વ્યવસ્થા
કોંગ્રેસ દ્વારા રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જેહારેત પહેલા આ પદની સ્પર્ધામાં સામેલ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટના ઘરની બહાર સમર્થકોની ભીડ એક્ઠી થયા બાદ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ગેહલોતના સિવિલ લાઈન્સ અને પાયલટના જાલુપુરા ખાતેના મકાન પર સવારથી જ મોટી સંખ્યામાં સમર્થકો એક્ઠા થયેલા છે. 


મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ દ્વિધામાં : ભોપાલમાં સિંધિયા અને કમલનાથ સમર્થકોનો હંગામો


બંને નેતાઓના સમર્થકોને આશા છે કે, મુખ્યમંત્રી પદ માટે તેમના જ નેતાના નામની જાહેરાત કરવામાં આવે. જયપુરના એડિશનલ પોલીસ કમિશનર નિતિન બલ્લગને જણાવ્યું કે, બંનેના નિવાસસ્થાન પર મોટી સંખ્યામાં સમર્થકોની ભીડને જોતાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વધારાની પોલિસ ટૂકડીઓ તૈનાત કરાઈ છે.


બંનેના સમર્થકો ઉપરાંત સંસારચંદ્ર રોડ ખાતે આવેલા કોંગ્રેસ પક્ષના વડા મથકમાં રહેલા પક્ષના સભ્યો પણ મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 


ચંદ્રશેખર રાવ(KCR)એ લીધા તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ


ગેહલોત બની શકે છે રાજસ્થાનના મુખ્યમંત્રી
સમાચાર એજન્સી IANS અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સ્પર્ધામાં સચિન પાયલટને પછાડીને આગળ નિકળી ગયા છે. પક્ષના સૂત્રો અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા 67 વર્ષના ગેહલોતના નામની જાહેરાત ગુરુવારે સાંજે દિલ્હીમાં કરશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...