રાજસ્થાન: તલાકના મામલે દીયા કુમારીએ કહ્યું- પરિવારના હિતમાં લીધો છે નિર્ણય
સંપૂર્ણ મામલે દીયા કુમારીએ આ નિવેદન આપ્યું છે કે તેમણે આ નિર્ણય પરિવારના હિતમાં લીધો છે. આ સાથે જ દીયા કુમારીએ આ પણ કહ્યું છે કે તેમણે આ નિર્ણય એકલા નથી લીધો પરંતુ એકબીજાની સંમતિ બાદ લીધો છે.
રાજસ્થાન: પ્રદેશની રાજધાની જયપુરના પૂર્વ રાજ પરિવારની દીકરી દીયા કુમારીએ તેના લગ્ન જીવનના 21 વર્ષ બાદ ડિવોર્સની અર્જી આપતા સૌ કોઇને અચરજમાં મુકી દીધા છે. ત્યારે સંપૂર્ણ મામલે દીયા કુમારીએ આ નિવેદન આપ્યું છે કે તેમણે આ નિર્ણય પરિવારના હિતમાં લીધો છે. આ સાથે જ દીયા કુમારીએ આ પણ કહ્યું છે કે તેમણે આ નિર્ણય એકલા નથી લીધો પરંતુ એકબીજાની સંમતિ બાદ લીધો છે. આ સાથે જ દિયા કુમારીએ મીડિયાને વ્યક્તિગત કારણોમાં હસ્તક્ષેપ ન કરવાનો આગ્રહ કર્યો છે.
વાંચો: અચાનક જ યુવકે કેન્દ્રીય મંત્રીને માર્યો લાફો, પછી જે કઈ થયું....જુઓ VIDEO
તમને જણાવી દઇએ કે દીયા કુમારી જયપુરના પૂર્વ રાજ પરિવાર મહારાજ સવાઇ ભવાની સિંહ તેમજ પદ્મીની દેવીની પુત્રી છે. દીયાની શરૂઆતમાં અભ્યાસ જયપુરમાં કર્યો હતો ત્યાબાદ તેમણે પોતાનો અભ્યાસ માટે દિલ્હી અને લંડનથી પૂરો કર્યો છે. ત્યારે દીયા કુમારીના લગ્ન સિવાડના કોઠડા વિસ્તારના નરેન્દ્ર સિંહ રાજાવતથી ઓગસ્ટ 1997માં થયા હતા. ત્યારબાદ બંનેને બે પુત્ર અને એક પુત્રી છે. તેમના મોટા પુત્ર પદ્મનાભ સિંહ અને નાનો પુત્ર લક્ષ્યરાજ સિંહ છે. તમને જણાવી દઇએ કે પદ્મનાભ સિંહને ભવાની સિંહએ તેમનો ઉત્તરાધિકારી જાહેર કર્યો છે.
ત્યારે દીયા કુમારીની વાત કરીએ તો તેમણે 2013માં રાજસ્થાનના રાજકારણમાં પણ પગ મુક્યો હતો. દીયા કુમારીએ 2013માં ભાજપ સાથે જોડાયા બાદ પાર્ટીએ તેમને 2013ની વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ પણ આપી હતી. ત્યાર પછી દીયા કુમારીએ 2013ના વિધાનસભાની જીત હાંસલ કરી અને ધારાસભ્ય બની હતી. જોકે આ વખતે ભાજપે તેમને આ વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપી નથી.
વાંચો: માલ્યા પ્રત્યાર્પણ કેસની સુનાવણી માટે CBI અને EDની ટીમ બ્રિટન રવાના, આવી શકે છે ચુકાદો
ત્યારે ટિકિટ ન મળતા એવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો કે તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. પરંતુ દીયા કુમારીએ કૌટુંબિક કારણથી વિધાનસભા ચૂંટણી લડવાની ના પાડી હતી. જોકે ચૂંટણીના પ્રચાર દરિયાન જયપુરમાં તેમણે ભાજપના કેટલાક ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ કર્યો હતો.
દીયા કુમારીએ અન્ય કામની વાત કરીએ તો તેઓ તેમના પૂર્વજોના વારસો, સિટી પેલેસ તેમજ જયગઢ ફોર્ટ સહિત અન્ય ઇમારતો અને હેરિટેજના સંરક્ષણ કાર્યોને લઇ થોડા સમયથી ચર્ચામાં છે. સમાચારોનું માનીએ તો તેઓ સિટી પેલેસ તેમજ જયગઢ ફોર્ટ સહિત અન્ય ઇમારતો અને હેરિટેજના સંરક્ષણ કાર્યોમાં પણ લાગેલી છે.