રાજસ્થાન: સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામ લોકોનો ચૂંટણી બહિષ્કાર, બૂથ ખાલીખમ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે
બસેડી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ વચ્ચે બસેડી વિધાનસભા વિસ્તારના એક્ટા ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર થઈ રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ વચ્ચે અહીંના લોકો વિસ્તારમાં સરકાર દ્વારા રસ્તા ન બનાવવામાં આવ્યાં હોવાની વાત પર ખુબ નારાજ છે. મતદાનના દિવસે મત આપવાની પણ ના પાડી દીધી છે. આ જ કારણે અહીં બૂથ સંખ્યા 19 અને 20 પર મતદાન અટક્યું છે.
અહીંના લોકોની માગણી છે કે જો તેમને અહીં રોડ બનવા માટે આશ્વાસન લેખિતમાં નહીં મળે તો તેઓ મતદાન કરશે નહીં. અત્યાર સુધી આ મામલે પ્રશાસનિક સ્તરે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. અત્રે જણાવવાનું કે અહીંના લોકોની માગણી છે કે એક્ટા ગામથી લઈને જગનેર સુધી પાક્કો રસ્તો બનાવવામાં આવે. આ બાજુ કોટાના ઝોટોલી ગામમાં પણ મતદાનના બહિષ્કારના અહેવાલ સામે આવ્યાં છે.
રાજસ્થાન LIVE: EVM ઠીક થતા કેન્દ્રીય રાજ્ય મંત્રી મેઘવાલે આપ્યો મત, 11 વાગ્યા સુધીમાં 21.89% મતદાન
પોલીસ સુપ્રીટેન્ડેન્ટ, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક વિકાસ અધિકારીઓ ગ્રામીણોને સમજાવી રહ્યાં છે. આ ગામમાં હજુ સુધી માત્ર એક જ મત પડ્યો છે. આ મત જળ ઉપયોક્તા સંગમ સમિતિના અધ્યક્ષ ઘાસીલાલ દ્વારા અપાયો છે. અહીંના લોકો પાણીની માગણીને લઈને મત ન આપવાની જીદ પર અડ્યા છે.