નવી દિલ્હી : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે ઇશ્યું થઇ છે. 32 સીટોનાં પરિણામો જાહેર થઇ ચુક્યા છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલરાપાટન, સચિન પાયલોટે ટોંક અને અશોક ગહલોતે સરદારપુરા સીટ પર જીત નોંધી છે. રાજસ્થાનની 199 સીટોનાં વલણમાં 102 સીટો પર કોંગ્રેસ અને 69 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ 22 સીટો પર અન્ય આગળ ચાલી રહ્યા છે. બસપાને 6 સીટ પર બઢત મળી છે. 
રાજસ્થાન ચૂંટણીનાં પરિણામનું વલણ સામે આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતે અપક્ષ ઉમેદવાર પાસે સમર્થન માંગ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસને જનતાનું સમર્થન મળ્યું છે. સરકાર બનાવવામાં અપક્ષ કોંગ્રેસની મદદ કરે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે, ભાજપ જુગાડુ સરકાર બનાવવા માંગે છે. અમે સરકાર બનાવવા માટે બળવાખોર અને બહારનાં લોકોનું સ્વાગત કરીશું. રાજસ્થાનના મુખ્યમંત્રી પદના ચહેરાનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. હાલ સમગ્ર પરિણામોની રાહ જોવાઇ રહી છે. રાજસ્થાનમાં ભાજપ જોડ-તોડની રાજનીતિ ન કરે. જયપુરમાં બુધવારે ધારાસભ્ય દળની બેઠક થશે. 


1. સાચોરથી કોંગ્રેસનાં સુખારામ વિશનોઇ જીત્યા
2. માંડલથી રામલાલ જાડ કોંગ્રેસ ઉમેદવાર જીત્યા
3. ડગથી ભાજપ ઉમેદવાર કાલુલા મેઘવાલ જીત્યા
4. જાલોરથી ભાજપનાં જોગેશ્વર ગર્ગ જીત્યા
5. આહોરથી ભાજપનાં છગનસિંહ રાજપુરોહિત જીત્યા
6. ભીનમાલથી ભાજપનાં પૂરારામ ચૌધરી જીત્યા
7. રેવદરતી ભાજપનાં જગસીરામ કોલી જીત્યા
8. મસુદાથી કોંગ્રેસનાં રાકેશ પારિક જીત્યા
9. માવલીમાં ભાજપનાં ધર્મનારાયણ જોશી 25 હજાર મતથી જીત્યા
10. કિશનગઝથી અપક્ષ ઉમેદવાર સુરેશ ટાંક જીત્યા, ભાજપ ઉમેદવાર વિકાસ ચોધરીને હરાવ્યા
11. સિરોહીથી અપક્ષ ઉમેદવાર સંયમ લોઢા જીત્યા
12. અજમેર દક્ષિણથી ભાજપનાં વાસુદેવ દેવનાની જીત્યા
13. બાડમેર ડેગાનાથી કોંગ્રેસનાં મેવારામ જૈન જીત્યા
14. પચપદરાથી કોંગ્રેસનાં મદન પ્રજાપતિ જીત્યા
15. જયપુરનાં સિવિલ લાઇન્સથી કોંગ્રેસનાં પ્રતાપ સિંહ ખાચરિયાવાસ 14,191 મતથી જીત્યા
16. ભરતપુર કામાથી કોંગ્રેસનાં જાહિદા ખાને જીત પ્રાપ્ત કરી
17. પિંડવાડા આબુથી ભાજપનાં સમારામ ગરાસિયા જીત્યા. આશરે 27 હજાર મતથી જીત પ્રાપ્ત કરી
18. પુષ્કરથી ભાજપનાં સુરેશ રાવત જીત્યા
19. લોહાવટથી કોંગ્રેસનાં કિશનારામ વિશ્નોઇ જીત્યા
20. ઓસિયાથી કોંગ્રેસનાં દિવ્યા મદેરણા જીત્યા.
21. ઝોટવાડાથી કોંગ્રેસનાં લાલચંદ કટારિયા જીત્યા
22. અનૂપગઢ સીટથી ભાજપનાં સંતોષ બાવરી જીત્યા
23. ભીમથી કોંગ્રેસનાં સુદર્શન સિંહ રાવત જીત્યા
24. ટોંકથી સચિન પાયલોટ જીત્યા.
25. સરદારપુરાથી અશોક ગેહલોત જીત્યા
26. ઝાલરપાટનથી વસુંધરા રાજે જીત્યા
27. જયપુરની માલવીય નગર સીટથી કાલીચરણ સરાફ જીત્યા.


ચૂંટણી પરિણામ 2018 : જાણો તમામ ન્યૂઝ