જયપુરઃ રાજસ્થાન સરકારે (Rajasthan Government) એ કોરોના વાયરસ સંક્રમણથી સાજા થઈ રહેલા દર્દીઓમાં સામે આવી રહેલ મ્યુકરમાઇકોસિસ (Black Fungus) રોગને બુધવારે મહામારી જાહેર કરી છે. રાજ્યના ચિકિત્સા તથા સ્વાસ્થ્ય વિભાગે આ વિશે નોટિફિકેશન જારી કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અખિલ અરોરા દ્વારા જારી નોટિફિકેશન પ્રમાણે કોરોના વાયરસના પ્રભાવને કારણે મ્યુકર માઇકોસિસ (બ્લેક ફંગસ) ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો, બ્લેક ફંગસના કોરોના વાયરસ સંક્રમણના દુષ્પ્રભાવના રૂપમાં સામે આવવા, કોવિડ-19 તથા બ્લેક ફંગસની એકસાથે સારી સારવારને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે. 


રાજસ્થાન મહામારી અધિનિયમ 2020 ની ધારા 3 ની સહપિતિત ધારા 4 ની અંતર્ગત મ્યુકર માઇકોસીસ (બ્લેક ફંગસ) ને રાજ્યમાં રોગચાળા અને સૂચક રોગોમાં સૂચિત કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Corona ની સંભવિત ત્રીજી લહેરને લઈને દિલ્હી સરકાર એલર્ટ, લીધો મહત્વપૂર્ણ નિર્ણય


મુખ્યમંત્રી ગેહલોતે વ્યક્ત કરી હતી ચિંતા
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા દિવસ પહેલા રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણથી સાજા થઈ ચુકેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ બીમારી સામે આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી. 


નિષ્ણાંતો અનુસાર આ બીમારી કોરોના વાયરસથી સાજા થયેલા ડાયાબિટિસના દર્દીઓમાં વધુ થઈ રહી છે. આ બીમારીમાં પીડિતની આંખની રોશની જવાની સાથે જડબાને કાઢવાની નોબત આવી રહી છે. 


રાજસ્થાનમાં આશરે 100 દર્દીઓ બ્લેક ફંગસથી પ્રભાવિત છે. તેની સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલ જયપુરમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રોટોકોલ અનુસાર સારવાર થઈ રહી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube