Crime News: રાજસ્થાનમાંથી ફરી એકવાર તણાવના અહેવાલ આવી રહ્યા છે. ભીલવાડા બાદ હનુમાનગઢમાં હિંસક ઘર્ષણ થયું છે. મળતી માહિતી મુજબ હનુમાનગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના સ્થાનિક નેતા પર હુમલો થયા બાદ તણાવ વધ્યો. હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ રસ્તા જામ કરી દીધા. હાલ વીએચપી નેતાને બીકાનેર હોસ્પિટલ શિફ્ટ કરાયા છે.  બીજી બાજુ મધ્ય પ્રદેશથી પણ હિંસાના અહેવાલ આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશના રાજગઢમાં તણાવ
મધ્ય પ્રદેશના રાજગઢ વિસ્તારના કરેડી ગામમાં બે સમુદાયો વચ્ચે જૂથ અથડામણ થઈ. આ દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો કરાયો અને ઉપદ્રવીઓએ ઘરોમાં આગચંપી પણ કરી. ગત રાતે ઘટેલા આ ઘટનાક્રમમાં બે સમુદાય વચ્ચે જમીન વિવાદે સાંપ્રદાયિક સ્વરૂપ ધારણ કરી લીધુ. સ્થિતિ વણસી જતા બંને સમુદાયો તરફથી પથ્થરમારો થયો અને કેટલાક ઘરોમાં આગચંપી કરાઈ. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બે અલગ અલગ સમુદાયના લોકોના ઘરમાં આગચંપી થઈ હતી. રાજગઢ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉમેશ યાદવ જ્યારે અન્ય પોલીસકર્મીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા તો ઉપદ્રવીઓએ તેમના ઉપર પણ પથ્થરમારો કર્યો. 


વૃદ્ધ દંપત્તિએ પુત્ર-પુત્રવધુ પર કેસ ઠોકી 5 કરોડનું માતબાર વળતર માંગ્યુ, કહ્યું- એક વર્ષમાં દાદા-દાદી....


Sedition Law: રાજદ્રોહના કાયદા પર રોક, હવે નવનીત રાણા, ઉમર ખાલીદ અને અન્યનું શું? ખાસ જાણો


Video: 'અસાની' વાવાઝોડાની અસરથી ઉછાળા મારતા આંધ્રના દરિયા કાંઠે આવ્યો સોને મઢેલો અદભૂત રથ


Tomato Flu: હવે ટોમેટો ફ્લૂનો હાહાકાર, આ રાજ્યમાં 80થી વધુ બાળકો તેના ભરડામાં, જાણો લક્ષણો!


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube