નવી દિલ્હી/જયપુર: રાજસ્થાન (Rajasthan)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે રાજસ્થાન હાઇકોર્ટમાં બળવાખોર ધારાસભ્યની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઇ છે. કોર્ટે સચિન પાયલટ (Sachin Pilot)ને રાહત આપતા કહ્યું કે, સ્પીકરની કાર્યવાહી પર શુક્રવાર (24 જુલાઇ) સુધી રોક લગાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સીરો સર્વેનું પરિણામ આવ્યું, 23.48 ટકા દિલ્હીના લોકો કોરોનાથી સંક્રમિત


રાજસ્થાન હાઇકોર્ટે મંગળવારે વિધાનસભા અધ્યક્ષથી કોંગ્રેસના બાળવાખોર ધારાસભ્યોની સામે અયોગ્યતા નોટિસ પર કાર્યવાહી 24 જુલાઇ સુધી મુલતવી રાખવા માટે કહ્યું છે. વિધાનસભા અધ્યક્ષના વકીલે આ વિશે જણાવ્યું કે, કોર્ટ સચિન પયાલટ અને 18 બળવાખોર ધારાસભ્યોની અરજી પર તેમનો નિર્ણય 24 જુલાઇએ સંભળાવશે.


આ પણ વાંચો:- કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમાં ઘરે-ઘરે રાશન પહોંચાડનારી યોજનાને મંજૂરી


આ પહેલા હાઇકોર્ટે રાજસ્થાનના વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્યતા નોટિસ પર કોઇ પણ કાર્યવાહીથી સચિન પાયલટ અને કોંગ્રેસના અન્ય બળવાખોર ધારાસભ્યોને ચાર દિવસની રાહત આપી હત. તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતની સામે બળવો કર્યા બાદ પાયલટને ઉપ મુખ્યમંત્રી પદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યશ્ર પદથી હટાવી દેવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube