કોટા: રાજસ્થાનના કોટામાં ચંબલ નદી પાર કરતી વખતે રવિવારે એક નાના પુલ પાસે કાર નદીમાં ખાબકી ગઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોટામાં કેવી રીતે થયો અકસ્માત?
જણાવી દઈએ કે વરરાજાની કાર નયાપુરા કલ્વર્ટ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે કાર પરથી કાબૂ ગુમાવતાં કલ્વર્ટની નીચે ચંબલ નદીમાં પડી. આ જાન ચોથના બરવાડાથી આવી હતી.


કાર નદીમાં પડી જતાં મચી ગયો હડકંપ
કાર નદીમાં પડ્યા બાદ હડકંપ મચી ગયો હતો. સ્થળ પર લોકોની ભારે ભીડ જામી છે. અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.



ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. મૃતકોના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.