rajasthan latest update : SDMને થપ્પડ મારવાના મામલો આખા રાજસ્થાનમાં ખૂબ ચર્ચામાં છે. કેમ કે થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ કરવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો. જેના પછી નરેશ મીણાના સમર્થકોએ ગામની બહાર રસ્તા પર પથ્થરમારો અને વાહનોને આગ ચાંપી દીધી. ત્યારે શું છે સમગ્ર મામલો?... કેમ ચૂંટણીની વચ્ચે રાજસ્થાન ભડકે બળ્યું?... જોઈશું આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના સમરવાતા ગામમાં હાલ ભયાનક માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં અચાનક એવું તે શું થઈ ગયું કે પોલીસે આટલો મોટો કાફલો ઉતારવાની ફરજ પડી? તો તેના માટે તેના માટે બુધવારના દિવસે બનેલી ઘટના પર નજર કરવી પડશે. રાજસ્થાનમાં પેટાચૂંટણી માટે દેવલી-ઉનિયારા બેઠક પર મતદાન થઈ રહ્યું હતું. આ બેઠક પર નરેશ મીણા અપક્ષ ઉમેદવાર ઉભા છે. તેમણે મતદાન કેન્દ્રની બહાર SDM અમિત ચૌધરીને લાફો ઝીંકી દીધો. આ થપ્પડકાંડના કારણે આખા રાજસ્થાનમાં હોબાળો મચી ગયો.


ઘટના પછી પોલીસની ટીમ સાંજના સમયે નરેશ મીણાને પકડવા માટે પહોંચી હતી. પરંતુ તેમના પર હુમલાની ઘટના બની. તોફાની તત્વોએ આ દરમિયાન અનેક ગાડીઓને આગ ચાંપી દીધી. આ હુમલામાં કેટલાંક પોલીસકર્મીઓ અને નાગરિકોને પણ ઈજા પહોંચી.


ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર


SDMને થપ્પડનો મામલો ટોક ઓફ ધ ટાઉન બનતાં પોલીસ પણ એક્શનમાં આવી. અને ટોન્કના એસપી પોલીસ ફોર્સની સાથે નરેશ મીણાની ધરપકડ કરવા માટે સમરવાતા ગામ પહોંચ્યા. આ દરમિયાન શરૂઆતમાં નરેશ મીણા સરેન્ડર કરવા તૈયાર નહોતો... અને કલેક્ટર આવશે પછી જ તે સરેન્ડર કરવાની માગણી મૂકી. 


જોકે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જોઈને નરેશ મીણાનો મજબૂત ઈરાદો ડગી ગયો. અને પોલીસની સામે સરેન્ડર કરી દીધું. પોલીસ પણ આજ ઈચ્છતી હતી અને તેના માટે તે પૂરી તૈયારી કરીને આવી હતી. 


જોકે આ મામલો અહીંયા જ અટક્યો નહીં. નરેશ મીણાની ધરપકડના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. જેના કારણે તેમના સમર્થકોએ પોલીસને અટકાવવા માટે વિરોધ કરવાનો શરૂ કરી દીધો. વાહનો પર પથ્થરમારો અને રસ્તા પર ટાયર સળગાવ્યા. આ વખતે પોલીસ પણ સજ્જ હતી. અને તેમણે વિરોધ કરનારને અટકાવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા.


રાષ્ટ્રપતિની ખુરશી ખાલી કરતા પહેલા બાઈડેને કર્યું મોટું કામ, યુક્રેનને ભવિષ્યમાં નહિ


નરેશ મીણાની ધરપકડ બાદ રાજ્યમાં રાજનીતિ પણ ગરમ થઈ. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. નરેશ મીણા હાલ તો પોલીસની કસ્ટડીમાં છે. પરંતુ અધિકારીઓને થપ્પડ મારનારા તે પહેલા નથી. રાજસ્થાનમાં આ યાદી બહુ લાંબી છે.


  • 2011માં દૌસાના તત્કાલીન સાસંદ કિરોડી લાલ મીણાએ પોલીસ અધિકારીને થપ્પડ મારી હતી...

  • 2018માં સરકારના મંત્રી અશોક ચંદનાએ વિજળી વિભાગના અધિકારીને લાફો માર્યો હતો...

  • 2021માં બીટીપીના તત્કાલીન ધારાસભ્ય રામ પ્રસાદ ડિંડોરેએ સરકારી ડોક્ટરને લાફો ઝીંક્યો હતો...

  • 2022માં ભાજપના પૂર્વ અધ્યક્ષ સીપી જોશી પણ સરકારી કર્મચારીને થપ્પડ મારી ચૂક્યા છે...

  • 2022માં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય ગિર્રાજ મલ્લિંગા પર દલિત અધિકારીને માર માર્યો...


 
2010 પછી રાજસ્થાનમાં આવા અનેક મામલા સામે આવ્યા છે... જ્યાં નેતાઓએ પોતાની છબિ ચમકાવવા માટે અધિકારીઓ સાથે મારામારીનો સહારો લીધો.


શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન