રાજસ્થાન ફોન ટેપીંગ કેસ: મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપએ કહ્યું- કોઈ ફરિયાદ મળી નથી
રાજસ્થાન ફોન ટેપીંગ કેસને લઇને દિલ્હીથી લઇન જયપુર સુધી બબાલ મચી છે. આ વચ્ચે રાજ્યના મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપે કહ્યું કે, તેમણે ફોન ટેપીંગની કોઇ જાણકારી નથી. સ્વરૂપે આ પણ દાવો કર્યો કે, ફોન ટેપીંગને લઇને કોઇ પણ ફરિયાદ તેમની પાસે આવી નથી.
જયપુર/નવી દિલ્હી: રાજસ્થાન ફોન ટેપીંગ કેસને લઇને દિલ્હીથી લઇન જયપુર સુધી બબાલ મચી છે. આ વચ્ચે રાજ્યના મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપે કહ્યું કે, તેમણે ફોન ટેપીંગની કોઇ જાણકારી નથી. સ્વરૂપે આ પણ દાવો કર્યો કે, ફોન ટેપીંગને લઇને કોઇ પણ ફરિયાદ તેમની પાસે આવી નથી.
આ પણ વાંચો:- અમરનાથ યાત્રા પર આતંકી ખતરો, જાણો શું છે કાશ્મીરમાં આતંકનો 'કોડ 130'
બીજેપીએ ગેહલોત સરકારને ઘેરી
રાજસ્થાનમાં ફોન ટેપીંગ મામલે ભાજપે સીબીઆઇ તપાસની માગ કરી છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, શું રાજસ્થાનમાં સરકારે ફોન ટેપીંગ કરાવ્યા? અને જો ફોન ટેપીંગ થયા છે તો શું તેના માટે સરકારના નિયમનું પાલન કર્યું. તેમણે કહ્યું કે શું રાજસ્થાનમાં રાજ્ય સરકારે અપ્રત્યક્ષ કટોકટી લગાવી છે? પાત્રાએ કહ્યું કે, 2018માં જ્યારથી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બની છે, ત્યારથી કોંગ્રેસની અંદર શીત યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે કે, તેમના અને ઉપમુખ્યમંત્રીની વચ્ચે ચર્ચા થતી નથી. એવામાં અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને જવાબ આપવો જોઇએ.
આ પણ વાંચો:- BSP ચીફ માયાવતી CM ગેહલોત પર ભડક્યા, કહ્યું- 'રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો'
એસઓજીની તાપસ શરૂ
રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદી મામલે એસઓજીની તપાસ ચાલી રહી છે. વાઇસ ટેસ્ટના માટે કોર્ટમાં એસઓજી પાર્થના પત્ર લગાવશે. કોલ રેકોર્ડિંગમાં જે પણ વ્યક્તિનો ઉલ્લેખ થશે, એસઓજી નોટિસ આપી તેની પૂછપરછ કરશે. આરોપી અશોક સિંહએ વૉઇસ સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો છે. SOGએ કોર્ટમાં પ્રાર્થના પત્ર રજૂ કરી વૉઇસ સેમ્પલની પરવાનગી માગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube