નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) ની અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. જે રીતે પાર્ટીના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી સીએમ સચિન પાઈલટ પોતાના સમર્થક વિધાયકો સાથે દિલ્હી ભેગા થયા છે તે જોતા લાગે છે કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં બધુ ઠીકઠાક નથી. મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર હવે પાર્ટીના દિગ્ગજ નેતા પણ ચિંતત જોવા મળી રહ્યાં છે. એ વાતનો ક્યાસ તો હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના એક ટ્વીટથી પણ લગાવી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપિલ સિબ્બલની મોટી વાત
કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યું કે અમારી પાર્ટી માટે ચિંતિત છું, શું ઘોડા તબેલામાંથી છૂટી ગયા પછી જ આપણે જાગીશું? સિબ્બલે આ ટ્વિટમાં સીધી રીતે તો રાજસ્થાનનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ જે રીતે તેમણે પોતાની વાત રજુ કરી છે તેનાથી સ્પષ્ટપણે જાણવા મળે છે કે તેમનો ઈશારો રાજસ્થાન તરફ છે. હકીકતમાં રાજસ્થાનમાં જે રીતે સીએમ અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાઈલટ વચ્ચે તણખા ઝરી રહ્યાં છેએવામાં કોંગ્રેસ હાઈકમાન્ડની ચૂપ્પી જોઈને ક્યાંકને ક્યાંક કપિલ સિબ્બલે આ ટ્વિટ દ્વારા સવાલ ઉઠાવ્યાં હોય તેવું લાગે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube