જયપુર: રાજસ્થાન સરકારને તોડી પાડવાનું કાવતરું રચવા અને ધારાસભ્યોને ખરીદ-વેચાણના આરોપોથી ઘેરાયેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે યૂ-ટર્ન લેતાં ફરી એકવાર કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે સંપર્ક સાધ્યો છે. અશોક ગેહલોત સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા રાજદ્રોહ કેસની ફાઇલ એસઓજી દ્વારા બંધ કરવા મુખ્યમંત્રી અશોક ગેહલોતના કોઇ મોટા ગેમ પ્લાનની અટકળો બાદ સચિન પાયલટે નવો દાવ રમ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન પાયલટએ હવે રાહુલ ગાંધીને મળવાનો સમય માંગોય છે. સૂત્રોના અનુસાર કોંગ્રેસ પાર્ટી સાથે બગાવત કરનાર 18 ધારાસભ્યો સાથે સચિન પાયલટે રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે પરંતુ રાહુલ ગાંધી દ્વારા કોઇ સકારાત્મક જવાબ મળ્યો નથી. તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધી ઓફિસ દ્વારા સચિન પાયલટને હજુ સુધી સમય આપવામાં આવ્યો નથી. 


સૂત્રોનું માનીએ તો સચિન પાયલટ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના સંપર્કમાં છે. આ કડી દ્વારા પાયલટ જૂથ રાહુલ ગાંધીને મળવા જઇ રહ્યું છે. રાહુલ ગાંધીની ઓફિસથી હાલ સમય આપવામાં આવ્યો નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 14 ઓગસ્ટ પહેલાં સચિન પાયલટ જૂથ રાહુલ સાથે મુલાકાત કરી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube