રાજસ્થાનથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જાણીને તમે દંગ રહી જશો. પોલીસે એક એવું પ્લાનિંગ કરીને છોકરાઓની ગેંગ પકડી છે જેની હરકતો જાણીને તમે ચોંકી જશો. એકદમ નવા તરીકાથી તેઓ ઠગાઈના કામને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી બે લક્ઝરી કાર, 10 મોબાઈલ ફોન અને મોટા પ્રમાણમાં કેશ પણ જપ્ત કરી છે. 4 મહિનામાં જ આ 5 બેરોજગાર છોકરાઓ લખપતિ બની ગયા હતા. આ મામલો પ્રતાપ નગર પોલીસ મથકનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાખોના હિસાબવાળી ડાયરી
પોલીસના જણાવ્યાં મુજબ 5 છોકરાઓની ધરપકડ કરાઈ છે. તેમના નામ પ્રીતમ સિંહ, મનિષ, દિપક, અશોક અને સુબરાતી છે. પોલીસે તેમની પાસેથી હિસાબની બે ડાયરી પણ જપ્ત કરી છે. જેમાં લાખો રૂપિયાનો હિસાબ લખેલો છે. આ પાંચમાથી ચાર છોકરાઓ જયપુરના રહીશ છે. 


છોકરીના મોકલતા ફોટા
પોલીસે જણાવ્યું કે થોડા દિવસ પહેલા એક છોકરાએ એક મોબાઈલ એપ્લિકેશનથી તેના ઘરે છોકરી બોલાવી હતી. આ છોકરાઓએ તે છોકરાને કેટલીક છોકરીઓના ફોટા મોકલ્યા હતા અને તેમાંથી કોઈ એક પસંદ કરવાનું કહ્યું હતું. છોકરાએ ફોટો પસંદ કરીને જ્યારે છોકરીને બોલાવી તો છોકરી તો પહોંચી નહીં પરંતુ આ પાંચ બદમાશ ત્યાં પહોંચી ગયા અને છોકરા સાથે મારપીટ કરીને લૂંટી લીધો. પોલીસ પાસે આ પ્રકારની સૂચના આવી તો પોલીસે બોગસ  ગ્રાહક બનીને એપ્લિકેશનનો ભાંડાફોડ કરવાનું નક્કી કર્યું. 


પોલીસના જવાને જ મોબાઈલ ફોનની એપ્લિકેશન પર છોકરી માટે ડીમાન્ડ મૂકી. બદમાશોએ પોલીસકર્મીને કેટલીક છોકરીઓના ફોટા મોકલી દીધા. તે ફોટામાંથી પોલીસવાળાએ એક છોકરીને ફોટો પસંદ કરવા કહ્યું. તેને મળવાના બહાને પોલીસકર્મીને આ બદમાશોએ એક જગ્યાએ બોલાવ્યો અને ત્યાં બે ગાડીઓ લઈને તેઓ ઊભા હતા. તેમની પાસે એક તલવાર પણ હતી. આ લોકો પોલીસકર્મીને ઠગવા માંગતા હતા. પરંતુ ત્યાં પહેલેથી જ હાજર અન્ય પોલીસકર્મીઓએ બધાને દબોચી લીધા.


પ્રતાપનગર પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું કે આ છોકરાઓએ 4 મહિના દરમિયાન અનેક લોકોને તેમની મોડસ ઓપરેન્ડીનો ભોગ બનાવ્યા પરંતુ તેમાંથી મોટાભાગના લોકો બદનામીના ડરે પોલીસ પાસે ગયા નહીં. હવે અમે એ પીડિતોને પણ પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જેથી કરીને તેમને પૈસા પાછા અપાવી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube