Rajasthan Elections 2023 Date: રાજસ્થાનમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર, હવે 23 નવેમ્બર નહીં આ દિવસે થશે મતદાન
Rajasthan Election New Date: ચૂંટણી પંચે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. પહેલા મતદાન માટે 23 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Rajasthan Election Date: ચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. પહેલા 23 નવેમ્બરે મતદાનની તારીખ નક્કી કરવામાં આવી હતી, હવે તે બદલી દેવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં હવે 25 નવેમ્બરે મતદાન થશે. તારીખ બજલવાને લઈને અલગ-અલગ સંગઠનો તરફથી માંગ કરવામાં આવી રહી છે. કારણ કે 23 તારીખે દેવ ઉઠાની એકાદશી છે અને તેવામાં તે દિવસે મોટી સંખ્યામાં લગ્નો થાય છે. તેને ધ્યાનમાં રાખતા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે સોમવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની સાથે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પાંચ રાજ્યોમાં સાત નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મતદાન થવાનું છે. જ્યારે પાંચેય રાજ્યોની મતગણતરી એક સાથે 3 ડિસેમ્બરે થશે.
RING OF FIRE: 'રિંગ ઓફ ફાયર' પાછળનું ખાસ રહસ્ય, શું ભારતમાં દેખાશે આ અદભુત નજારો?
ચૂંટણી પંચે કહ્યું- મતદાન તારીખમાં ફેરફારને લઈને વિવિધ રાજકીય દળો, સામાજિક સંગઠનો અને મીડિયા પ્લેટફોર્મ પર માંગ ઉઠાવવામાં આવી રહી હતી. તેનું કહેવું હતું કે મતદાનના દિવસે મોટા પાયે લગ્નોના આયોજનો છે. તેનાથી ઘણા લોકોને અસુવિધા થઈ શકે છે. લોજિસ્ટિક પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન મતદાન કરાવવામાં આવે તો મતદાતાઓની ભાગીદારી ઓછી થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube