નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan Election 2018)માં 199 બેઠકો માટે આજે એટલે કે 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. રાજ્યમાં સાંજે 5 કલાક સુધી 72.7 ટકા મતદાન નોંધાયું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 163  બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 21 બેઠક મળી હતી. આ વખતની ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસને ફરીથી સત્તા પ્રાપ્ત થાય એવું એક્ઝીટ પોલ જણાવી રહ્યા છે. જોકે, સાચી હકીકત તો 11 ડિસેમ્બરના રોજ આવનારા પરિણામમાં જ જાણવા મળશે. #ZeeMahaExitPoll અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee Newsના માહા એક્ઝીટ પોલઅનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસની અનુમાન છે. ચેનલના સરવે અનુસાર રાજ્યમાં કોંગ્રેસને 109 બેઠકની સાથે સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થશે. રાજ્યમાં ભાજપને 80 બેઠકો મળવાની સંભાવના છે. 


#ZeeExitMahaPoll: આજે 'મિની ઈન્ડિયા' કરશે એલાન, 2019માં કોનું હશે હિન્દુસ્તાન?


ટાઈમ્સ નાવ અને CNXના અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ વિજયી બનવા જઈ રહી છે. તેને 105 બેઠકો મળશે. બાજપને 85 બેઠકો મળે એવી સંભાવના છે. બીએસપીને 2 અને અપક્ષોને 7 બેઠક મળશે. 


છત્તીસગઢ #ZeeMahaExitPoll : છત્તીસગઢમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ


રિપબ્લિક જન કી બાતના એક્ઝીટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપને 83-103 અને કોંગ્રેસને 80-101 બેઠક મળશે. બાકીના અપક્ષો 16 બેઠક પર કબ્જો જમાવીને સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 


મધ્યપ્રદેશ #ZeeMahaExitPoll : એક પણ પક્ષને બહુમત નહીં, BJP બનશે સૌથી મોટી પાર્ટી


એક્સિસના એક્ઝીટ પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ પૂર્ણ બહુમત પ્રાપ્ત કરશે અને 130 બેઠકો જીતશે. જ્યારે ભાજપને 63 બેઠક મળશે. બીએસપીને માત્ર એક સીટ જ્યારે અપક્ષોને 7 બેઠકો મળવાનું અનુમાન છે. 


રાજસ્થાનમાં પરિવર્તન પેટર્ન
રાજસ્થાનમાં દેશનાં રાજ્યો કરતાં એક અલગ ચૂંટણી પેટર્ન રહી છે. અહીં છેલ્લા કેટલાય સમયથી દર પાંચ વર્ષે સત્તામાં પાર્ટી બદલાતી રહી છે. એટલે કે એક વખત કોંગ્રેસ સત્તામાં હોય તો તેના પછીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતી આવી છે. અગાઉ
કોંગ્રેસના અશોક ગેહલોતની સરકારને હરાવીને 2013માં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી.


રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018
કુલ બેઠકઃ 200
બહુમત માટે જરૂરી બેઠકઃ 101
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 7 ડિસેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 200
પક્ષ    સીટ
ભાજપ    163
કોંગ્રેસ    21
બસપા    3
NPP    4
NUZP    2
અપક્ષ    7


રાજસ્થાનમાં છેલ્લી પાંચ વિધાનસભા 
1993 : ભાજપ(95), કોંગ્રેસ(76) - ભૈરોંસિંહ શેખાવત(CM- ભાજપ)
1998 : કોંગ્રેસ (153), ભાજપ (33) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2003 : ભાજપ (120), કોંગ્રેસ (56) - વસુંધરા રાજે (CM- ભાજપ)
2008 : કોંગ્રેસ (96), ભાજપ (78) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2013 : ભાજપ (163), કોંગ્રેસ (21) - વસુંધરા રાજે (CM- ભાજપ)