મુંબઈ: હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની રહસ્યમય સંજોગોમાં થયેલી હત્યા બાદ મુંબઈ  પોલીસે એક રાજનેતાની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક જાણીતી મોડલ અને ટીવી અભિનેત્રીની અટકાયત કરીને તેમની પૂછપરછ ચાલુ છે. ટીવી અભિનેત્રી દેબોલિના બેનરજીની પણ પૂછપરછ થઈ રહી છે. આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અધિકારીઓએ શનિવારે કહ્યું કે રાજનીતિજ્ઞ સચિન પવાર કથિત રીતે મૃતકની નજીકનો હતો. પોલીસે સચિન પવાર અને દિનેશ પવારની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે સૂત્રોના હવાલે એક વધુ કહાની સામે આવી રહી છે. જે મુજબ સચિન પવારે હીરાના વેપારી રાજેશ્વરની હત્યા માટે બે પ્રોફેશ્નલ શૂટર્સ અને એક મોડલને હાયર કર્યા હતાં. તેમણે મોડલને કહ્યું કે તેઓ ફક્ત મજાકીયા અંદાજમાં વીડિયો બનાવી રહ્યાં છે. તેમાં તેણે એક્ટિંગ કરવાની છે. સચિને આ માટે શૂટર્સ અને મોડલને 5 લાખ રૂપિયા આપ્યાં. જેમાં મોડલને કહેવાયું હતું કે વીડિયોમાં રાજેશ્વરનું ફક્ત મજાક તરીકે ગળું દબાવવામાં આવશે. પરંતુ આ શૂટિંગ દરમિયાન મોડલને એ વાતનો અહેસાસ થઈ ગયો કે આ કોઈ મજાક નથી. 


મધ્ય પ્રદેશ ચૂંટણી: આ મંદિરનું છે ખુબ મહત્વ, જીતની 'ગેરંટી' માટે નેતાઓ ટેકે છે માથું


શૂટિંગ દરમિયાન તેણે કહ્યું કે આ મજાક નથી. ત્યારે તેને કહેવાયું કે આ મજાક નથી. પરંતુ આ અંગે તેણે કોઈને કહેવાનું નથી. આ મામલે હવે પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં ટીવી અભિનેત્રી દેબોલિનાની પૂછપરછ ચાલુ જ છે. આ મામલે હજુ ક્લિન ચિટ તેને અપાઈ નથી. હજુ વધુ લોકોની પોલીસ પૂછપરછ  કરશે. 


સચિન પવાર મહારાષ્ટ્રના એક મંત્રીના પૂર્વ પીએ છે જ્યારે દિનેશ પવાર મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ છે. દિનેશ પર પહેલેથી જ બળાત્કારનો એક કેસ નોંધાયેલો છે અને તે સસ્પેન્ડેડ છે. ટીવી અભિનેત્રી દેબોલિના સચિન પવારની મિત્ર છે. દેબોલિના સાથ નિભાના સાથિયા સીરિયલમાં ગોપી વહુ તરીકે ખુબ ચર્ચામાં આવી હતી. 


હીરાના વેપારીની લાશ મળી, કોલ ડિટેલમાં ખુલ્યું આ પ્રખ્યાત અભિનેત્રીનું નામ, જાણીને ચોંકી જશો


લગભગ એક અઠવાડિયા બાદ 4 ડિસેમ્બરના રોજ પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો કારણ કે તેમને કોઈ ભાળ મળી નહતી  અને પરિવારને પણ કઈંક ગડબડ હોવાની શંકા ગઈ હતી. તેમના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે ઉદાણીએ તેને પંતનગર માર્કેટ પાસે છોડવાનું કહ્યું હતું. જ્યાં એક બીજી ગાડી આવી અને તેઓ તેમાં બેસી ગયાં હતાં. 


ઉદાણીનો મૃતદેહ ખુબ ખરાબ હાલાતમાં 5 ડિસેમ્બરે મળી આવ્યો હતો. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન નહતાં, કોઈ એવા ડોક્યુમેન્ટ પણ નહતાં કે તેમની ઓળખ થઈ શકે. તેમના પુત્રએ કપડાં અને જૂતાથી ઓળખ  કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...