નવી દિલ્હી : નરેન્દ્ર મોદીનાંવ ડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ સમારોહમાં તમિલ સિનેમા દિગ્ગજ અભિનેતા રજનીકાંત અને કમલ હાસનને આમંત્રિત કરવામાં આવ્યા છે. અભિનેતા સાથે જોડાયેલા સુત્રોએ તેની માહિતી આપી. હાસનની મક્કલ નીધિ મય્યમ પાર્ટીએ પહેલીવાર લોકસભા ચૂંટમીમાં ભાગ લીધો હતો અને રજનીકાંતે ડિસેમ્બર 2017માં રાજનીતિમાં આવવા અંગે કરવામાં આવેલી જાહેરાતને કરી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીની રાજીનામાની જીદ્દ, કોઇ બિનગાંધી નેતાને જ અધ્યક્ષ બનાવવા માંગ
બંન્ને જ અભિનેતાઓ સાથે જોડાયેલા નજીકનાં સુત્રોએ ગુરૂવારે યોજાનારા મોદીના શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળવાની માહિતી આપી પરંતુ અભિનેતાઓનાં જોડાશે કે કેમ તે અંગે માહિતી મળી નથી. હાસને ભાજપનો વિરોધ કરતા તે વાતની ખુશી વ્યક્ત કરી હતી કે ભલે ભાજપનું પ્રદર્શનમાં ઘણું સારુ રહ્યું હોય પરંતુ તેઓ તમિલનાડુમાં એખ પણ સીટ નથી જીતી શક્યા. તેમણે કહ્યું કે, રાજ્ય સમગ્ર દેશમાં ચાલેલી લહેરથી પ્રભાવિત નથી થયા. 


રાજસ્થાન: કોંગ્રેસના પરાજય બાદ મંત્રીનું રાજીનામુ, નેતૃત્વ પરિવર્તનનો સંકેત !
PM મોદીનાં શપથ સમારોહમાં BIMSTEC સહિત 8 દેશનાં નેતાઓ જોડાશે, પાક. કૌંસમા ધકેલાયું
બીજી તરફ રજનીકાંત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નાઇની પોતાની યાત્રા દરમિયાન અતીતોમાં મુલાકાત કરી ચુક્યા છે. રજનીકાંતે ડિસેમ્બર 2017માં રાજનીતિમાં આવવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે તેઓ પોતાની પાર્ટી બનાવશે અને 2021માં થનારા આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી રાજ્યની તમામ 234 સીટો પર ચૂંટણી લડશે. મોદી 30 મેનાં બીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે.