ચેન્નઈઃ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તેણે જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જાણકારી પ્રમાણે, નલિનીએ સાડીથી જેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો. જાણવા મળી રહ્યું છે કે, જેલમાં ઝગડા બાદ તેણે આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તેનાથી જેલમાં હડકંપ મચી ગયો છે. મહત્વનું છે કે નલિની તમિલનાડુની જેલમાં સજા કાપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 29 વર્ષથી જેલમાં છે નલિની
રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની છેલ્લા 29 વર્ષથી જેલમાં બંધ છે. તે દુનિયામાં સૌથી વધુ લાંબા સમય સુધી કેદની સજા કાપી રહેલી મહિલા છે. તે એલટીટીઈ માટે કામ કરનાર મુરૂગન શ્રીહરણની નજીકની સહયોગી હતી. બંન્નેએ લગ્ન કરી લીધા હતા. જ્યારે નલિનીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને બે મહિનાનો ગર્ભ હતો. જેલમાં જ તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. તો દીકરી અરિથ્રા હવે લંડનમાં ડોક્ટર છે. ચેન્નઈમાં જન્મેલી નલિનીએ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને શ્રીહરણ તેની જિંદગીમાં આવ્યા પહેલા તે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube