તેહરાન: લદાખ (Ladakh) માં ભારત સાથે તણાવ વધારનારા ચીન (China) ને એલએસીથી લઈને દુનિયાના દરેક ખૂણે ધોબીપછાડ મળી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)  પહેલા રશિયાની રાજધાની મોસ્કોમાં ચીનને ચોખ્ખુ સંભળાવી દીધુ કે ભારત પોતાના સાર્વભૌમત્વ સાથે જરાય સમાધાન કરશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન પર 24 કલાકમાં બીજો કૂટનીતિક એટેક
આ બાજુ કૂટનીતિક જીત બાદ 24 કલાકની અંદર ચીનને બીજો પાઠ ભણાવતા રક્ષામંત્રી રાજનાથ સિંહ મોસ્કોથી અચાનક ઈરાન (Iran) પ્રવાસે જતા રહ્યાં. જ્યાં તેઓ આજે ઈરાનના રક્ષામંત્રી સાથે મુલાકાત કરશે. પોતાના આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ ચીનને અનેક મોરચે માત આપવાના છે. 


દુનિયામાં ખળભળાટ, Corona બાદ વધુ એક ઘાતક વાયરસનો ભય, ચીનને છે આ દેશનો સપોર્ટ!


ભારતની કૂટનીતિક નીતિ આગળ તરફડિયા મારે છે ચીન!
સતત બે હારનો સામનો કર્યા બાદ ચીન સમજી ગયું છે કે લદાખમાં તેનાથી ચૂક થઈ ગઈ છે અને હવે ભારત તેને દગાબાજી કરવાની કોઈ તક આપશે નહીં. આથી ચીને મોસ્કોમાં ભારત સાથે વાતચીત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. લગભગ 140 મિનિટની આ વાતચીતમાં ભારતના રક્ષામંત્રીએ ચીનને જબરદસ્ત તેવર બતાવ્યાં હતાં. જેનાથી હવે ચીનના હોશ ઉડ્યા છે. 


Corona Updates: દેશમાં વકરી રહ્યો છે કોરોના, એક જ દિવસમાં રેકોર્ડબ્રેક નવા કેસ, આંકડો જાણીને પરસેવો છૂટશે


તેહરાન પહોંચતા પહેલા રાજનાથ સિંહે કરી ટ્વીટ
મોસ્કોથી તેહરાન માટે નીકળતા પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી. તેમાં લખ્યું હતું કે 'મોસ્કોથી તેહરાન માટે નીકળી રહ્યો છું. હું ઈરાનના રક્ષામંત્રી બ્રિગેડિયર જનરલ અમીર હાતમીને મળીશ. રાજનાથ સિંહ રક્ષામંત્રી!'


રક્ષામંત્રી રાજનાથ સિંહના તેહરાન પ્રવાસથી કેમ પરેશાન છે ચીન
અમેરિકાના દબાણમાં દુનિયા ઈરાન સાથે અંતર જાળવી રહી છે. આવામાં ચીને ઈરાન સાથે એક મહાડીલ કરી હતી. આ ડીલ મુજબ ચીન ખુબ ઓછા ભાવમાં આગામી 25 વર્ષ સુધી ઈરાનથી તેલ ખરીદશે. ચીન બેન્કિંગ, દૂરસંચાર, પોર્ટ, રેલવે અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ કરશે. ચીન અને ઈરાન વચ્ચે થઈ રહેલા આ કરારમાં સૈન્ય સહયોગ પણ સામેલ છે. જે મુજબ ચીન ઈરાન સાથે મળીને હથિયારો વિક્સિત કરશે. 


કોરોનાકાળમાં મોદી સરકારના આ મંત્રાલયે તોડ્યો રેકોર્ડ, કર્યું આ મોટું કામ 


રક્ષામંત્રીના પ્રવાસથી ભારતની નજીક આવશે ઈરાન!
આ ડીલ ઈરાનને ચીનની નજીક અને ભારતથી દૂર લઈ જઈ શકે તેમ હતી. આવામાં રક્ષામંત્રીનો ઈરાન પ્રવાસ ભારત અને ઈરાનના જૂના સંબંધોને ફરીથી મજબૂત કરવાની દિશામાં સાર્થક પ્રયત્ન હશે. તેનાથી અફઘાનિસ્તાનમાં ભારતીય સહયોગથી ચાલતી વિકાસ યોજનાઓ ઉપર પણ સકારાત્મક અસર પડશે. અમેરિકા ભલે ઈરાનથી નારાજ હોય પરંતુ ભારત માટે ઈરાનની મિત્રતા ખુબ જરૂરી છે!


LAC પર તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથ સિંહે કરી મુલાકાત, 2 કલાક 20 મિનિટ ચાલી બેઠક


અફઘાનિસ્તાનનો ગેટવે છે ઈરાન-રક્ષા વિશેષજ્ઞ
રક્ષા વિશેષજ્ઞ મેજર જનરલ એસ પી સિન્હા કહે છે કે ઈરાન અસલમાં અફઘાનિસ્તાનનો ગેટવે છે. જો અફશાનિસ્તાનમાં તમારે કામ કરવું હોય તો ઈરાનનો સહોયગ લેવો જ પડેશે. ચીન સાથેની 140 મિનિટની વાતચીતમાં ભારતે ચીનને એ સમજાવવાની કોશિશ કરી કે તે ભારતના કોઈ હિસ્સાને ન તો છીનવી શકે છે કે ન તો ભારતના કોઈ મિત્રને. નવું ભારત ચીનને ગલવાનથી લઈને ઈરાન સુધી ક્યાંય ફાયદો ઉઠાવવા દેશે નહીં. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube