સરહદ વિવાદ પર આક્રમક થયા રાજનાથ સિંહ, ચીની રક્ષામંત્રીને મુલાકાતમાં આપી ચેતવણી
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે રૂસમાં ચીની રક્ષામંત્રી વેઇ ફેંઘ સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનને સખત અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને આમ ચાલતું રહ્યું તો ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. તેમણે રૂસની રાજધાની મોસ્કોમાં ચીનના રક્ષા મંત્રી જનરલ વેઇ ફેંઘે (General Wei Fenghe) સાથે થયેલી વાતચીત દરમિયાન આ સંદેશ આપ્યો છે.
રાજનાથે ચીનની આ હરકતો પર વ્યક્ત કર્યો વિરોધ
રક્ષામંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, રક્ષા મંત્રીએ (વાતચીત દરમિયાન) ચીની સૈનિકોની કાર્યવાહીઓ, તેનો આક્રમક વ્યવહાર અને દ્વિપક્ષીય સંધિઓનું ઉલ્લંઘન કરતા જમીની સ્થિતિને એકતરફી બદલવાના પ્રયાસના મુદ્દે ભાર આપ્યો હતો. તેમણે સરહદ પર ચીન તરફથી મોટી સંખ્યામાં સૈનિકો મોકલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
LAC પર તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથ સિંહે કરી મુલાકાત, 2 કલાક 20 મિનિટ ચાલી બેઠક
તણાવ ઓછો કરવાની દિશામાં ભારતની સાથે કામ કરે ચીન
આગળ કહેવામાં આવ્યું છે, 'રક્ષા મંત્રીએ સલાહ આપી છે કે પેન્ગોંગ ઝીલ સહિત સંઘર્ષ વાળા તમામ વિસ્તારમાંથી જલદી સૈનિકોને હટાવવાની દિશામાં ચીને ભારતની સાથે મળીને કામ કરવું જોઈએ. સાથે દ્વિપક્ષીય સંધી અને પ્રોટોકોલ્સ પ્રમાણે સરહદ પર તણાવ ઓછો કરવો જોઈએ.' રક્ષા મંત્રીએ કહ્યું કે, હાલની સ્થિતિનો જવાબદારીપૂર્વક ઉકેલ લાવવો જોઈએ અને કોઈ પક્ષે આગળ આવી કાર્યવાહી ન કરવી જોઈએ જેનાથી સ્થિતિ વધુ પેચિદી બને અને સરહદી વિસ્તારમાં તણાવ વધી જાય.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube