5 સૈનિકોના મોતથી ગભરાયું પાકિસ્તાન, ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનરને પાઠવ્યું સમન્સ
ભારતીય સેનાના પીઓકેની નીલમ ઘાટીમાં ચાલી રહેલા લશ્કર અને જૈશના લોન્ચ પેડને તબાહ કરી દીધા છે. શનિવારે રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ જાણકારીના આધાર પર પીઓકેના જૂરા, અથમુકમ અને કુંદલશાહીને ભારતીય સરહદથી આર્ટિલરી ગનના માધ્યમથી નિશાન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ પાકિસ્તાને તંગધારમાં એકવાર ફરી ગોળીબારી કરી અને આ ગોળીબારીમાં ભારતીય સેનાના બે જવાબ શહીદ થઈ ગયા, પરંતુ ભારતીય શૂરવીરોએ બે કલાકની અંદર આ શહીદીનો મોટો બદલો લીધો છે. ભારતીય સૈનિકોએ પીઓકેના નીલમ વૈલી વિસ્તારમાં એટલા બોમ્બ વરસાવ્યા કે પાકિસ્તાન હચમચી ગયું છે. ભારતીય સેનાના હુમલાએ પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણાને નેસ્તનાબૂદ કરી દીધા છે.
ભારતીય સેનાએ પોતાના બે સૈનિકોના બદલે પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ભારતના આ પલટવારથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે, હવે પાકિસ્તાને પાકિસ્તાનમાં રહેલા ભારતના હાઇ કમિશનરને સમન્સ પાઠવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાને સમન્સ પાઠવ્યું છે.
શું છે ઘટના
મહત્વનું છે કે ભારતીય સેનાના પીઓકેની નીલમ ઘાટીમાં ચાલી રહેલા લશ્કર અને જૈશના લોન્ચ પેડને તબાહ કરી દીધા છે. શનિવારે રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ જાણકારીના આધાર પર પીઓકેના જૂરા, અથમુકમ અને કુંદલશાહીને ભારતીય સરહદથી આર્ટિલરી ગનના માધ્યમથી નિશાન બનાવ્યા હતા. એવી જાણકારી છે કે અહીં મોટી સંખ્યામાં આતંકી હાજર હતા.
ભારતીય સેનાની POKમા મોટી કાર્યવાહીઃ જાણે આ વખતે કેમ કરવામાં આવ્યો તોપનો ઉપયોગ
અત્રે જણાવવાનું કે ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે. આ કેમ્પોનો ઉપયોગ એક લોન્ચપેડ તરીકે કરવામાં આવતો હતો.