નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે આજે રશિયા (Russia) રવાના થઈ ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહનો ચીની સમકક્ષ સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીની રક્ષામંત્રી સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લેક ટોપમાં ચીનની સેનાની અવરજવર રોકવામાં આવી, ભારતે ટેન્ક તૈનાત કર્યા


ચીન (China) સાથે તણાવ વચ્ચે રક્ષામંત્રી SCOના રક્ષામંત્રીઓના સંમેલનમાં સામેલ થવા માટે મોસ્કો રવાના થઈ ગયા છે. પેન્ગોંગ લેક પર થયેલા તાજા વિવાદ બાદ ભારત અને ચીનના અધિકારીઓની એક બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભારત (India) નું પ્રતિનિધિત્વ સેનાના બ્રિગેડ કમાન્ડર  કરશે. મંગળવારે પણ બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. અત્રે જણાવવાનું કે ચીનની સેનાએ 29-30 ઓગસ્ટની રાતે પેન્ગોંગ ઝીલના દક્ષિણ વિસ્તારમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ આ આક્રમક  કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે UNમાં કરશે સંબોધન, જાણો વિગતો


રક્ષામંત્રી રાજનાથ  સિંહ SCO બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે સંગઠનના બે મુખ્ય સભ્ય ભારત અને ચીન વચ્ચે સરહદે ગતિરોધ છે. અધિકારીઓએ જણાવ્યું કે ચાર સપ્ટેમ્બરે થનારી એસસીઓની રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત સિંહ પોતાના રશિયા સમકક્ષ સર્ગેઈ શોઈગૂ અને અન્ય ટોચના સૈન્ય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વધારવાને લઈને વાતચીત કરશે. 


Loksabha Monsoon Session: સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે નહીં હોય 'પ્રશ્નકાળ', વિપક્ષ થયો કાળઝાળ


પાકિસ્તાનના રક્ષામંત્રી પણ લેશે ભાગ
બેઠકમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઈ ફંઘે અને પાકિસ્તાનના રક્ષામંત્રી પરવેઝ ખટક પણ ભાગ લઈ રહ્યાં છે. રક્ષામંત્રીની આ બેઠક રશિયામાં બહુપક્ષીય યુદ્ધાભ્યાસમાં ભારતના પાછળ હટી જવાના ગણતરીના દિવસો બાદ થઈ રહી છે. જેમાં ચીની અને પાકિસ્તાની સૈનિકો પણ ભાગ લેવાના છે. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube