નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે કારગિલ વિજય દિવસ પહેલા જમ્મુ પહોંચ્યા હતા. આ તકે તેમણે જવાનોની શહીદીને યાદ કરી જેણે 1999ના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. શહીદોના પરિવારોને સંબોધિત કરતા રક્ષામંત્રીએ કહ્યુ- હું તે બધા જવાનોને યાદ કરુ છું, જેણે દેશની સેવામાં પોતાનો જીવ કુરબાન કરી દીધો. આપણી સેનાના જવાનોએ જ્યારે પણ જરૂર પડી છે, પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. હું તે બધા જવાનોને નમન કરૂ છું જેણે 1999ના યુદ્ધમાં પોતાનું બલિદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાહરલાલ નેહરૂને લઈને શું કહ્યું?
આ કાર્યક્રમમાં બોલતા રક્ષા મંત્રીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂનો ઉલ્લેખ કર્યો. 1662ના યુદ્ધની વાત કરતા રાજનાથ સિંહે કહ્યુ- 1962માં ચીને લદ્દાખમાં આપણી જમીન પર કબજો કરી લીધો. તે સમયે પંડિત જવાહરલાલ નેહરૂ પ્રધાનમંત્રી હતા. તેમની નીયત પર સવાલ ન ઉઠાવી શકાય. કોઈ પ્રધાનમંત્રીની નીયતમાં ખોટ ન હોઈ શકે પરંતુ આ વાત નીતિઓ પર લાગૂ થતી નથી. પરંતુ હવે ભારત દુનિયાના શક્તિશાળી દેશોમાં છે. 


દિલ્હીમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો, હિમાચલથી ફરીને આવ્યો હતો વ્યક્તિ


નોંધનીય છે કે રક્ષા મંત્રી શારદા પીઠની વાત કરી રહ્યાં હતા જે દેવી સરસ્વતીનું મંદિર છે. આ પીઓકેમાં મુઝફ્ફરાબાદથી 150 કિલોમીટર દૂર નીલમ ઘાટીમાં સ્થિત છે. કાશ્મીરી પંડિતો માટે આ સ્થાનનું ખુબ મહત્વ છે. કાશ્મીરી પંડિતોની માંગ છે કે કરતારપુરની જેમ અહીં પણ કોરિડોર બનાવવામાં આવે, જેથી તે શારદા પીઠના દર્શન કરી શકે. 


નોંધનીય છે કે ભારતીય સેના આ વખતે 23મો કારગિલ દિવસ મનાવી રહી છે. 26 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે છે અને શહીદોને યાદ કરવામાં આવે છે. કારગિલ વોર મેમોરિયલ પર ત્રણ દિવસના કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. આ તકે દેશભરમાં  પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube