Tawang Clash: રાજનાથ સિંહનો રાહુલ ગાંધીને જવાબ, જાણો તવાંગ ઘર્ષણ પર શું કહ્યું?
Rajnath Singh Statement: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તવાંગ ઘર્ષણ અંગે જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે રાજકારણ એ છે કે જે સમાજને આગળ લઈ જવાનું કામ કરે. ભલે ગલવાન હોય કે તવાંગ હું પોતે એ કલ્પના નથી કરી શકતો કે આપણી સેનાએ આ કરિશ્મા કઈ રીતે કર્યો.
Rajnath Singh Statement: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તવાંગ ઘર્ષણ અંગે જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે રાજકારણ એ છે કે જે સમાજને આગળ લઈ જવાનું કામ કરે. ભલે ગલવાન હોય કે તવાંગ હું પોતે એ કલ્પના નથી કરી શકતો કે આપણી સેનાએ આ કરિશ્મા કઈ રીતે કર્યો. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની ઈજ્જત વધી છે તેને બધા સ્વીકારે છે. આપણી છાતી પહોળી થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. ભારતનું કદ ઘણું ઊંચુ થયું છે.
તવાંગમાં જોવા મળ્યું સેનાનું શૌર્ય
રક્ષામંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું કે તવાંગમાં સેનાનું શૌર્ય જોવા મળ્યું. તવાંગમાં તથા ગલવાનમાં સેનાએ ચમત્કાર દેખાડ્યો. આ માટે ભારતીય સેનાની જેટલી પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. ભારતીય સેના પર ગર્વ છે.
હવે એજન્ડા સેટ કરે છે ભારત
રાજનાથ સિંહે કહ્યું કે પહેલા ભારત કઈ બોલતું હતું તો ઈન્ટરનેશનલ ફોરમમાં તેની વાતો ગંભીરતાથી લેવાતી નહતી. ધ્યાનથી સાંભળવામાં નહતી આવતી. એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવામાં આવતી હતી. પરંતુ આજે ભારત ઈન્ટરનેશનલ ફોરમ પર કઈ બોલે છે તો લોકો કાન ખોલીને અને કાન પકડીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યું છે? ભારત ખુબ મજબૂત બન્યું છે. ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત હવે એજન્ડા સેટ કરવાનું કામ કરી રહ્યું છે.
બીજાની જમીન કબજાવવાનો કોઈ ઈરાદો નથી
રાજનાથ સિંહે કહ્યું કે ભારત મહાશક્તિ બનવા માંગે છે. ભારત સમગ્ર દુનિયાના કલ્યાણ માટે કામ કરે છે. અમારી કોઈ પણ દેશની એક ઈંચ જમીન પર કબજો કરવાનો ઈરાદો ક્યારેય નહી હોય.
તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી પોતાના સંબોધન દરમિયાન દેશને પાંચ પ્રતિજ્ઞાઓ વિશે જણાવ્યું હતું. જે ભારતને સુપર પાવર બનાવવા માટે જરૂરી છે. પરંતુ એ ન માનવું જોઈએ કે અમે કોઈ દેશ પર હાવી થવા માંગીએ છીએ કે અમારો ઈરાદો કોઈ દેશની એક ઈંચ જમીન પણ કબજાવવાનો છે.
ભાજપ નેતા ગૌરવ ભાટિયાએ પણ કર્યો પલટવાર
ભારતીય સેના વિશે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ભાજપ કોંગ્રેસ પર સતત વળતા પ્રહાર કરી રહ્યું છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય સેનાનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરે છે. તેમણે સમજવું જોઈએ કે આ 1962નું ભારત નથી.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube