સરહદ પર વિવાદ ચીન અને પાકનું સંયુક્ત ષડયંત્ર, ભારત પડકારનો મજબૂતીથી કરશે સામનોઃ રાજનાથ સિંહ
રક્ષામંત્રીએ તે સ્પષ્ટ સંદેશ પણ આપ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આ પડકારનો મજબૂતીથી સામનો જ નહીં કર પરંતુ મોટો ફેરફાર પણ લાગશે.
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર જારી તણાવની પાછળ ચીન-પાકિસ્તાનની સંયુક્ત ષડયંત્રનો ઇશારો કર્યો છે. રક્ષામંત્રીએ કહ્યુ કે, ચીન અને પાકિસ્તાન એક મિશન હેઠળ ભારતની પાસે સરહદ વિવાદ પેદા કરવામાં લાગેલા છે. ઉત્તર સરહદ પર પાકિસ્તાનની હરકતને લઈને અમે પહેલાથી માહિતગાર છીએ અને હવે પૂર્વી સરહદ પર ચીન તરફથી એક મુહિમની જેમ સરહદ વિવાદને જન્મ આપવામાં આવી રહ્યો છે.
ભારત આ પડકારનો મજબૂતીથી કરશે સામનો
રક્ષામંત્રીએ તે સ્પષ્ટ સંદેશ પણ આપ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આ પડકારનો મજબૂતીથી સામનો જ નહીં કર પરંતુ મોટો ફેરફાર પણ લાગશે. તેવા સમયમાં જ્યારે ભારત અને ચીનની વચ્ચે કમાન્ડર સ્તરની વાર્તા ચાલી રહી છે, સર્વોચ્ચ રાજનીતિક નેતૃત્વની તરફથી નિવેદન સ્પષ્ટ સંકેત છે કે ભારત આ વખતે કંઇક નક્કી કરીને મેદાન પર લાગેલું છે.
ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ
પૂર્વમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત તથા સેના અધ્યક્ષ તરફથી તો બે મોર્ચા પર લડાઈની તૈયારીની વાત કહેવામાં આવી હતી, પરંતુ રક્ષામંત્રી તરફથી આવેલા નિવેદનને ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. રક્ષામંત્રીએ આ નિવેદન દ્વારા ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો કે પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીની અતિક્રમણથી પેદા થયેલ તણાવ અને ગતિરોધમાં ભારત પીછેહટ કરશે નહીં.
હાથરસ કાંડઃ હાઈકોર્ટે યૂપી સરકારને લગાવી ફટકાર, પીડિત પરિવારે અદાલતમાં રાખી 3 માગ
અમે સરહદની સ્થિતિથી વાકેફ
સરહદ સડક સંગઠન (બીઆરઓ) તરફથી દેશના ઘણા સરહદી વિસ્તારમાં બનાવવામાં આવેલ 44 રસ્તાઓ અને પુલોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવા સમયે રાજનાથ સિંહે આ વાત કરી હતી. પાકિસ્તાન-ચીન સાથે લાગેલી સરહદની હાલની સ્થિતિ પર ચર્ચા કરતા રક્ષામંત્રીએ કહ્યું કે, આપણે બધા ઉત્તર અને પૂર્વ સરહદની સ્થિતિથી વાકેફ છીએ. આ બંન્ને દેશોની ભારત સાથે આશરે 7000 કિલોમીટરની લાંબી સરહદો છે અને આ વિસ્તારમાં તણાવ બનેલો છે.
બીઆરઓ તરફથી સરહદિ વિસ્તારમાં બનાવવામાં આવેલ પુલ અને રસ્તા જનતા તથા સેના બંન્ને માટે ફાયદાકારક છે. સરહદ પર પાયાની સુવિધા સશસ્ત્ર દળોને સરહદી વિસ્તારમાં અવર-જવર માટે સુવિધા આપશે. કોરોનાના આ સમયમાં પણ રોકાયા વગર કામ કરવા માટે રક્ષામંત્રીએ બીઆરઓની પ્રશંસા પણ કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube