નવી દિલ્હીઃ Jaya Bachchan Angry Video: દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પોતાના ગુસ્સા  માટે ખુબ જાણીતા છે. ઘણીવાર તેઓ પાપરાજી પર ભડકતા જોવા મળ્યા છે. હવે રાજ્યસભા સત્ર દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેને લઈને ટ્વિટર યૂઝર્સ તેમની વિરુદ્ધ ગુસ્સો જાહેર કરી રહ્યાં છે. વીડિયોમાં જયા બચ્ચન ખુબ ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે. તમે પણ જાણો શું છે આ મામલો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયા બચ્ચનનો નવો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગૃહમાં ચેર તરફ આંગળી ઉઠાવી કંઈક કહી રહ્યાં છે. રાજ્યસભામાં તે સમયે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચેર પર જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ સીટ પરથી ઉભા થઈને બધાને પોતાની સીટ પર બેસવાનું કહી રહ્યાં છે. આ દરમિયાન સામેથી જયા બચ્ચન પસાર થઈ રહ્યાં છે અને પોતાનો ગુસ્સે વ્યક્ત કરી રહ્યાં છે. 


અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ


નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ
જયા બચ્ચનનો પાછલા મહિને એક વીડિયો સામે આવ્યો હતો, જેને લઈને તેમના વ્યવહારની આલોચના થઈ હતી. બિગ બીની સાથે કોઈ ઈવેન્ટમાં પહોંચેલા જયા બચ્ચને તે સમયે પાપરાજી પર ભડકતા કહ્યું હતું કે આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ. આ દરમિયાન તેમની સાથે ત્યાં અમિતાભ બચ્ચન પણ હતા. જ્યા બચ્ચન પાપરાજીને ફોટો લેવાની ના પાડી રહ્યાં હતા, ત્યારબાદ તેમણે પોતાનો ગુસ્સે વ્યક્ત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube