હિસાર: રાજ્યસભા સાંસદ ડો સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) આજે હિસારમાં હતા. આ દરમિયના તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના (Sansad Adarsh Gram Yojana) હેઠળ દત્તક લીધેલા ગામ આદમપુર, સદલપુર અને આદમપુર મંડીમાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડો સુભાષ ચંદ્રાએ આ દરમિયાન ઘણા પ્રોજેક્ટના ઉદઘાટન પણ કર્યા. તો સદલપુર ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ભાગ લેતાં રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ ખેડૂતોને આવક અને સારા સ્વાસ્થ્ય માટે જૈવિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ આજે આદમપુર એરિયાના અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેતાં જોવા મળ્યા હતા. તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના (Sansad Adarsh Gram Yojana) હેઠળ દત્ત્તક ગામ આદમપુર,સદલપુર અને આદમપુર મંડીના કાર્યક્રમમાં ભાગ લેતાં સંબોધિત કર્યું હતું. સૌથી પહેલાં ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યક્રમ કર્યો. અહીં પહોંચતાં ડો. સુભાષ ચંદ્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એચએયૂના વીસી ડો. બીઆર કમ્બોઝ પણ હાજર હતા. આ દરમિયાન સુભાષ ચંદ્રા ફાઉન્ડેશનના કૃષિ ક્રાંતિ કાર્યક્રમનો પણ ડો. સુભાષ ચંદ્રાએ આગાજ કર્યો હતો. કાર્યક્રમમાં 1 હજાર ખેડૂત્ને અભિયાન સાથે જોડ્યા હતા, જે જૈવિક ખેતીની દિશામાં કામ કરશે. 

State Government એ કૃષિ રાહત પેકેજની કરી સત્તાવાર જાહેરાત, જાણો ખેડૂતોને કેટલો મળશે લાભ


આ દરમિયાન સ્પોર્ટ્સ ક્ષેત્રની સાથે સાથે સમાજસેવ અને અન્ય ગતિવિધિઓમાં ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓ અને ગ્રામીણોને સન્માનિત પણ કરવામાં આવ્યા. રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ કહ્યું કે મહિલાઓનું, કૃષિનું, યુવાઓનું ઉત્થાન જ ગ્રામીણ સ્વરાજ લાવી શકે છે. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક વધુ હશે તો તે પોતાના બાળકોનું ભવિષ્ય સુધારી શકશે. તમે તમારી મરજીના માલિક ત્યારે બની શકશો જ્યારે સ્વરાજ હશે. આ ઉદ્દેશ્યથી 5 ગામડા દત્તક લીધા છે. રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ મંચ પરથી કહ્યું કે તેમણે વોટ માટે નહી, પરંતુ વાસ્તવિક વિકાસ માટે કામ કરાવ્યા છે. તેમણે ખેડૂત્ને જૈવિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું. 


કાર્યક્રમમાં હાજર એચએયૂના વીસી ડો. બીઆર કમ્બોજએ પણ રાજ્યસભા સાંસદ રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) દ્વારા કરાવવામાં આવતા કામોની પ્રશંસા કરી. તેમણે પણ કૃષિ ક્ષેત્રમાં સુધારા અને નવી ટેક્નોલોજી અપનાવવાનું ખેડૂતોને આહવાન કર્યું હતું. 

Uttarakhand: વરસાદે મચાવી તબાહી, 23ના મોત, કાટમાળમાં ફસાયા અનેક લોકો


આ કાર્યક્રમ બાદ રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ સદલપુર ગામમાં ધર્મશાળાનો શિલાન્યાસ કર્યો. અહીં પણ રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ સામાજિક દ્રષ્ટીથી મજબૂત બનવાનું આહવાન કર્યું હતું. તો બીજી તરફ રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ આદમપુરની વેપાર મંડળની ધર્મશાળામાં પોષણ અભિયાન કાર્યક્રમમાં ભાગ લેતાં મહિલાઓને સંબોધિત કરી હતી. રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ આદમપુર ગામની નંદીશાલા ગૌશાળામાં પહોંચી ત્યાં પણ કાર્યક્રમમાં ભાગ લીધો. ગૌશાળામાં શેડ બનાવવાનો છે, ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ તેનો શિલાન્યાસ કર્યો હતો.  


આ ઉપરાંત રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ આજે અગ્રોહા ધામ પણ પહોંચ્યા. ધામમાં કાલે વાર્ષિક સંમેલન યોજાવવાનું છે. એવામાં ધામના પદાધિકારીઓ પાસે અગ્રોહા વિકાસ ટ્રસ્ટના સંરક્ષક રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ તમામ પાસાઓ પર વાતચીત કરી. તો બીજી તરફ કુલદેવી માતા લક્ષ્મીની આરાધના કરી સમાજની સમૃદ્ધિ અને ખુશી માટે પ્રાર્થના કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube