CAA પર PM મોદીએ યાદ અપાવ્યા શાસ્ત્રી અને લોહિયાના નિવેદન, ચૂપ રહી ગયો વિપક્ષ
પીએમ મોદીએ કહ્યું કે, સીએએને લઈને જે કંઇપણ કહેવામાં આવી રહ્યું છે, તે જે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે, તેને લઈને તમામ સાથીઓએ ખુદને સવાલ પૂછવો જોઈએ.
નવી દિલ્હીઃ રાજ્યસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહેલા સવાલોનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ગૃહમાં વારં-વાર જણાવવાનો પ્રયત્ન થયો કે જે હિંસા થઈ તે પ્રદર્શન છે. અહીં વારં-વાર જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે પ્રદર્શનના નામ પર જે અરાજકતા ફેલાવવામાં આવી, જે હિંસા થઈ, તેને જ આંદોલનનો અધિકાર માની લેવામાં આવ્યો. વારંવાર બંધારણની યાદ, તેના નામ પર ગેરબંધારણીય પ્રવૃત્તિને ઢાકવાનું કામ કરવામાં આવ્યું.
પીએમ મોદીએ કહ્યું કે, હું કોંગ્રેસની મજબૂરી સમજું છું, પરંતુ કેરલના લેફ્ટ ફ્રન્ટના સાથિઓએ સમજવું જોઈએ કે ત્યાંના મુખ્યપ્રધાને વિધાનસભામાં સ્વીકાર કર્યો કે કેરલમાં જે પ્રદર્શન થઈ રહ્યાં છે તેમાં અલગાવવાદી તાકાતો સામેલ છે. એટલું જ નહીં કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. તેવામાં હું પૂછવા ઈચ્છું છું કે જે અરાજકતાથી તમે કેરલમાં પરેશાન છો, તેનું સમર્થન તમે દિલ્હી કે દેશના બાકી ભાગમાં કેમ કરી શકો છો.
પીએમ મોદીએ કહ્યું કે, સીએએને લઈને જે કંઇપણ કહેવામાં આવી રહ્યું છે, તે જે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે, તેને લઈને તમામ સાથીઓએ ખુદને સવાલ પૂછવો જોઈએ. શું દેશને ખોટી સૂચના આપવી, ખોટો માર્ગ દેખાડતી પ્રવૃતિને આપણે રોકવી જોઈએ કે નહીં.
રાજ્યસભાઃ PM નરેન્દ્ર મોદીએ 8 પંક્તિઓથી 'હતાશ' વિપક્ષ પર કર્યાં પ્રહાર
તેમણે કહ્યું કે, આ ડબલ ચરિત્ર છે, તમે 24 કલાક અલ્પસંખ્યકોની વાત કરતા રહો છો, પરંતુ ભૂતકાળની ભૂલને કારણે પાડોસમાં જે અલ્પસંખ્યક બની ગયા, જેની સાથે જે કંઇપણ થઈ રહ્યું છે તેનું દુખ તમને કેમ થઈ રહ્યું નથી. દેશની અપેક્ષા છે કે આ સંવેદનશીલ મુદ્દા પર ડરાવવાની જગ્યાએ સાચી જાણકારી આપવામાં આવે. ચોંકાવનારી વાત છે કે વિપક્ષના સાથે આ દિવસોમાં ખુબ સંવેદનશીલ છે. જે લોકો સાઇલન્ટ હતા તે આ દિવસોમાં વાઇલન્ટ છે. ત્યારબાદ પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીના બે જૂના નિવેદનો કહ્યાં-
પ્રથમ નિવેદન
This house is of opinion that in view of the insecurity of the life, property and honour of the minority communities living in the Estern wing of Pakistan and genral denial of all human rights to them in that part of pakistan, the government of india should in addition to relaxing restricions in migration of people belonging to the minority communities from east pakistan to indian union also consider steps for enlisting the world opinion।
બીજું નિવેદનઃ
જ્યાં સુધી ઈસ્ટ પાકિસ્તાનનો સંબંધ છે, તેનો તે નિર્ણય ખ્યાલ આવે છે કે ત્યાંથી બિન મુસ્લિમ જેટલા છે બધાને કાડવામાં આવે, તે એક ઇસ્લામિક સ્ટેટ છે, એક ઇસ્લામિક સ્ટેટના નાતે, તે વિચારે છે કે અહીં માત્ર ઇસ્લામ માનનારા રહી શકે છે. બિન ઇસ્લામિક લોકો ન રહી શકે, જેથી હિન્દુને કાઢવામાં આવી રહ્યાં છે, ઈસાઈને કાઢવામાં આવી રહ્યાં છે, હું સમજુ છું કે આશરે 37 હજારથી વધુ ઈસાઈ આજે ત્યાંથી ભારત આવ્યા છે. બૌદ્ધ ધર્મ માનનારાને પણ ત્યાંથી કાઢવામાં આવી રહ્યાં છે.
વડાપ્રધાને સંસદમાં ગણાવ્યા, આર્ટિકલ 370 હટાવવાથી જમ્મૂ-કાશ્મીરને થયેલા ફાયદા
પીએમ મોદીએ કહ્યું કે, આ નિવેદન પૂર્વ પીએમ શાસ્ત્રી જીએ 3 એપ્રિલ 1964ના આપ્યું હતું. પંડિત નેહરુ ત્યારે વડાપ્રધાન હતા.
ત્યારબાદ પીએમ મોદીએ રામ મનોહર લોહિયાએ કહેલી વાતનું પુનરાવર્તન કર્યું, જે આ પ્રકારે છે-
હિન્દુસ્તાનના મુસલમાન જીવે અને પાકિસ્તાનના હિન્દુ પણ જીવે, હું આ વાતને ખરેખર ઠુકરાવું છું કે પાકિસ્તાનના હિન્દુ પાકિસ્તાનના નાગરિક છે તેથી આપણે તેની ચિંતા કરવાની નથી. પાકિસ્તાનના હિન્દુ ભલે ત્યાંના નાગરિક હોય પરંતુ તેની રક્ષા કરવી આપણું એટલું જ કર્તવ્ય છે જેટલું ભારતના હિન્દુઓની. પીએમ મોદીએ કહ્યું કે, અમારા સમાજવાદી સાથે અમને માને કે ન માને પરંતુ લોહિયા જીને ન નકારે. ત્યારબાદ તેમણે લાલ બહાદુર શાસ્ત્રી તરફથી શરણાર્થીઓ પર રાજ્ય સરકારની ભૂમિકા પર આપવામાં આવેલું નિવેદન યાદ કર્યું જેમાં તેમણે કહ્યું કે, 1964માં ત્યારના તમામ રાજ્યોએ રેફ્યૂઝીને પોતાને ત્યાં શરણ આપવાની વાત કરી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube