રાજ્યસભાઃ PM નરેન્દ્ર મોદીએ 8 પંક્તિઓથી 'હતાશ' વિપક્ષ પર કર્યાં પ્રહાર


પીએમ મોદીએ કહ્યું કે, સારૂ હોત હતાશા અને નિરાશાનો માહોલ છોડીને નવા ઉમંગ, નવા વિચાર, નવી ઉર્જાની સાથે દેશને નવી દિશા મળત, દેશને માર્ગદર્શન મળત. પરંતુ તમે આ થોભોને પોતાનું વર્ચયૂ બનાવી લીધું છે.

રાજ્યસભાઃ PM નરેન્દ્ર મોદીએ 8 પંક્તિઓથી 'હતાશ' વિપક્ષ પર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આશરે 45 માનનીય સાંસદોએ અભિભાષણ પર પોતાના વિચાર પ્રગટ કર્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે, ગૃહ તે વાતથી ગર્વ કરી શકે છે કે પાછલું સત્ર ખુબ ઉપયોગી રહ્યું, તે માટે તમામ સાસંદો ધન્યવાદને પાત્ર છે. 

ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે, આ અનુભવી અને મહાનુભાવોનું ગૃહ છે, તેથી દેશને ઘણી અપેક્ષા હતી. ટ્રેઝરી બેન્ચ પર બેઠેલા લોકોને પણ ઘણી અપેક્ષા હતી અને મારી પોતાની તો ઘણી અપેક્ષા હતી કે તમારી પાસેથી ખુબ સારી કામની વાતો મળશે. સારૂ માર્ગદર્શન મારા જેવા નવા લોકોને મળશે. પરંતુ મને લાગે છે કે નવા દાયકાના નવા કલેવરની જે અપેક્ષા હતી, તેમાં મને નિરાશા હાથ લાગી છે. એવું લાગી રહ્યું છે કે જ્યાં તમે થોભી ગયા છે ત્યાંથી આગળ વધવાનું નામ લઈ રહ્યાં નથી. ક્યારેક-ક્યારેક લાગે છે કે તમે પાછળની તરફ જઈ રહ્યાં છો. 

પીએમ મોદીએ કહ્યું કે, સારૂ હોત હતાશા અને નિરાશાનો માહોલ છોડીને નવા ઉમંગ, નવા વિચાર, નવી ઉર્જાની સાથે દેશને નવી દિશા મળત, દેશને માર્ગદર્શન મળત. પરંતુ તમે આ થોભોને પોતાનું વર્ચયૂ બનાવી લીધું છે. તેથી મને કાકા હાથરસીનું એક વ્યંગ્ય કાવ્ય યાદ આવે છે. 

વડાપ્રધાને સંસદમાં ગણાવ્યા, આર્ટિકલ 370 હટાવવાથી જમ્મૂ-કાશ્મીરને થયેલા ફાયદા

પ્રકૃતિ બદલતી છણ-છણ દેખો, બદલ રહે હમ કણ-કણ દેખો, તુમ નિષ્ક્રિય સે પડે હો, ભાગ્યવાદ પર અડે હુએ હોછોડો મિત્ર. પૂરાની ડફલી, જીવન મેં પરિવર્તન લાઓ. પરંપરા સે ઉંચા ઉઠ કર, કુછ તો સ્ટાન્ડર્ડ બનાવો. 

प्रकृति बदलती क्षण-क्षण देखो,
बदल रहे अणु, कण-कण देखो।

तुम निष्क्रिय से पड़े हुए हो,
भाग्य वाद पर अड़े हुए हो।

छोड़ो मित्र! पुरानी डफली,
जीवन में परिवर्तन लाओ।

परंपरा से ऊंचे उठ कर,
कुछ तो स्टैंडर्ड बनाओ: पीएम #PMinRajyaSabha pic.twitter.com/0TeWmsOQhS

— BJP (@BJP4India) February 6, 2020

જમ્મૂ-કાશ્મીરને લઈને પીએમ મોદીએ તીખા પ્રહારો કર્યાં
પીએમ મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદે ખોટું કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર પર ચર્ચા વગર નિર્ણય લેવામાં આવ્યો. આખો દેશે જોયું કે આ વિષય પર લાંબી ચર્ચા થઈ. તેમણે કહ્યું કે, ગુલામ સાહેબ યાદ કરો જ્યારે તેલંગણા બન્યું ત્યારે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, ટીવી બંધ કરી દેવામાં આવ્યું, ચર્ચાનું તો કોઈ સ્થાન બચ્યું નહતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news