જયપુર: પૂર્વ મંત્રી અને પૂર્વ ઓલંપિયન રાજ્યવર્ધનસિંહ રાઠોડ શુક્રવારે ફેસબુક પર લાઈવ થયા અને કહ્યું કે હું યાદ અપાવવા માંગુ છું કે હું રાજકારણમાં કેમ આવ્યો છું.- ભલે મારી પાસે પદ  રહે કે ના રહે.. આ તથ્ય છતાં હું રાષ્ટ્ર માટે કઈંક કરવા માંગુ છું. આ ચૂંટણી જાતિવાદ પર રાષ્ટ્રવાદની જીત છે. તેમણે કહ્યું કે, "મારા જેવી વ્યક્તિ કે જેનો રાજકારણમાં કોઈ ગોડફાધર નથી, જેની ચાર પેઢીઓએ સેનામાં સેવા આપી છે, તેને કોઈ અન્ય પાર્ટીમાંથી ટિકિટ મળી શકે તેમ નહતી." તેમણે કહ્યું કે માત્ર ટિકિટ જ નહીં, ચૂંટણી જીત્યા બાદ હું મંત્રી પણ બની શકુ તેમ નહતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા


તેમણે કહ્યું કે આ ફક્ત મોદી સરકારમાં જ શક્ય હતું. કારણ કે મેઘાવીઓને પ્રોત્સાહન અપાય છે. રાઠોડ પૂર્વની મોદી સરકારમાં સૂચના અને પ્રસારણ તથા ખેલ રાજ્ય મંત્રી હતાં. તેમણે જયપુર ગ્રામીણથી લોકસભા ચૂંટણી જીતી હતી. ગુરુવારે જાહેર થયેલા મંત્રીમંડળમાં તેમને કોઈ વિભાગ મળ્યો નથી. 


મોદી કેબિનેટનો સૌ પ્રથમ નિર્ણય, શહીદોના બાળકોને અપાઈ ખાસ ભેટ
તત બીજીવાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલો નિર્ણય શહીદોના બાળકો માટે અપાનારી સ્કોલરશીપ વધારવાનો કર્યો. મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાઈ છે. જેમાં નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટા ફેરફારની મંજૂરી અપાઈ છે. હવે શહીદોના દીકરાઓને દર મહિને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જ્યારે દીકરીઓને 2250 રૂપિયાની જગ્યાએ પ્રતિ માસ 3000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. એટલું જ નહીં આ સ્કોલરશિપ સ્કીમનો દાયરો વધારીને હવે તેમા રાજ્ય પોલીસને પણ સામેલ કરાઈ છે. આતંકી કે નક્સલી હુમલામાં શહીદ થયેલા રાજ્ય પોલીસના જવાનો/ઓફિસરોના બાળકોને પણ હવે સ્કોલરશિપ મળશે. 


મોદી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં નાના દુકાનદારો-વેપારીઓને આપી આ મોટી ભેટ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ  કરીને કહ્યું કે અમારી સરકારનો પહેલો નિર્ણય ભારતની રક્ષા કરનારાઓને સમર્પિત છે. આ નિર્ણયમાં રાષ્ટ્રીય રક્ષા કોષ હેઠલ વડાપ્રધાન શિષ્યવૃત્તિ યોજનામાં ફેરફાર કરતા પીએમ મોદીએ આતંકીઓ, માઓવાદીઓના હુમલામાં શહીદ થતા જવાનોના બાળકોની શિષ્યવૃત્તિ વધારવાનો નિર્ણય લીધો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...