નવી દિલ્હી : CBI Vs CBI વિવાદ મુદ્દે રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની અરજી અંગે દિલ્હી હાઇકોર્ટે 14 નવેમ્બર સુધી સુનવણી ટાળી દીધી છે. સાથે જ હાઇકોર્ટે સીબીઆઇને આગામી સુનવણી સુધી યથાસ્થિતી જાળવી રાખવાનાં આદેશ આપ્યા છે. બીજી તરફ સીબીઆઇએ રાકેશ અસ્થાનાની દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીનો વિરોધ કર્યો. હાઇકોર્ટમાં દાખલ જવાબમાં સીબીઆઇએ કહ્યું કે, તપાસ શરૂઆતી તબક્કામાં છે, FIR રદ્દ કરવાની માંગ વાળી અસ્થાનાની અરજી રદ્દ કરવામાં આવી જોઇએ. રાકેશ અસ્થાનાએ પોતાનાં ઉપર દાખલ ફરિયાદને પડકારી છે. અસ્થાના પર લાંચ લેવાનાં આરોપમાં ફરિયાદ નોંધાઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત્ત સુનવણીમાં રાકેશ અસ્થાના વિરુદ્ધ કોઇ પણ કાર્યવાહી પર મુકેલા સ્ટેને દિલ્હી હાઇકોર્ટે 1 નવેમ્બર સુધી વધાર્યો હતો. સીબીઆઇએ તપાસ ટીમ બદલવા અને કેસ સાથે જોડાયેલી ફાઇલો CVC પાસે હોવાનો હવાલો ટાંકીને જવાબ દાખલ કરા માટે અને 1 નવેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંચ કાંડ બાદ સીવીસીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આલોચ વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા. ઉપરાંત લાંચ કાંડ મુદ્દે રાકેશ અસ્થાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેના વિરોધમાં રાકેશ અસ્થાનાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની વિરુદ્ધ તેઓ કોર્ટમાં પહોંચ્યા હતા.

ગત્ત સુનવણીમાં કોર્ટે આ મુદ્દે યતાસ્થિતી જાળવી રાખવાનાં આદેશ આપ્યો હતો. આ મુદ્દે સીબીઆઇ પાસેથી પણ હાઇકોર્ટે જવાબ માંગ્યો હતો. સીબીઆઇએ રાકેશ અસ્થાના અને આલોક વર્મા અંગેની તમામ ફાઇલો સીવીસીને સોંપી દીધી છે. બીજી તરફ સીબીઆઇએ ડીએસપી દેવેન્દ્ર કુમારે પણ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની ધરપકડને પડકારી હતી. દિલ્હી હાઇકોર્ટે રાકેશ અસ્થાનાઅને દેવેન્દ્ર કુમારબંન્નેની અરજી પર એક સાથે સુનવણી કરાવી રહ્યા છે.