રાકેશ ટિકૈતે સરકારને આપી ધમકી, કહ્યું- 26 જાન્યુઆરીએ ફરી યોજાશે ટ્રેક્ટર માર્ચ
કિસાન નેતા રાકેશ ટિકૈતે સરકારને ફરી ધમકી આપી છે. ટિકૈતે કહ્યુ કે, 26 જાન્યુઆરીએ કિસાન ફરી દેશમાં અલગ-અલગ જગ્યાએ ટ્રેક્ટર માર્ચ કાઢશે. તેમણે કહ્યું કે, અમે લાલ કિલ્લા નહીં નવા સંસદ ભવન પહોંચીશું.
નવી દિલ્હીઃ કિસાન નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) સરકારને ફરી ધમકી આપી છે. ટિકૈતે કહ્યુ કે, 26 જાન્યુઆરીએ કિસાન ફરી દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર ટ્રેક્ટર માર્ચ (Tractor Parade) કાઢશે. તેમણે કહ્યું કે, 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક થશે.
'MSP પર વાતચીત થઈ નથી
જાણકારી અનુસાર, રાકેશ ટિકૈતે કહ્યુ કે, એમએસપીને લઈને સરકારે હજુ સુધી કોઈ કમિટી બનાવી નથી, ન તેને લઈને સરકારે કોઈ વાતચીત કરી નથી. તેમણે કહ્યું કે, જો સરકારે તેને લઈને કોઈ વાત ન કરી તો કિસાન તૈયાર છે.
13 મહિના ચાલેલું આંદોલન હતું કિસાનોની ટ્રેનિંગ
કિસાન આંદોલનને લઈને ટિકૈતે કહ્યુ કે, 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક યોજાશે. દિલ્હીની સરહદ પર 13 મહિના સુધી ચાલેલું આંદોલન તો કિસાનોની ટ્રેનિંગ હતી. તેમણે કહ્યું, હવે અમને ખ્યાલ આવી ગયો કે કે સરકાર માંગ નહીં સ્વીકારે તો જાન્યુઆરી અને જૂનમાં કઈ રીતે આંદોલન કરવાનું છે.
આ પણ વાંચોઃ PM મોદી કરશે મણિપુર અને ત્રિપુરાનો પ્રવાસ, 4800 કરોડની 22 યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
લાલ કિલા નહીં સંસદ ભવન પહોંચશે કિસાન
કિસાન નેતાએ સરકારને ધમકી ભર્યા અંદાજમાં કહ્યું કે, જો સરકાર નહીં માને તો અમે લાલ કિલ્લા નહીં નવા સંસદ ભવન પહોંચીશું. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ફરી ટ્રેક્ટર માર્ચ થશે. આ સિવાય ટિકૈતે કહ્યુ કે, આ સરકાર દૂધના ભાવ સસ્તા કરવાને લઈને પણ કોઈ સમજુતી કરવાની છે. અમે તેનો પણ વિરોધ કરીશું.
લાલ કિલ્લા પર થયો હતો હંગામો
મહત્વનું છે કે પાછલા વર્ષે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર આંદોલનકારી કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારી બેરિયર તોડતા લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તેની પ્રાચીર પર તે સ્તંભ પર એક ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો, જ્યાં 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી ભારતનો તિરંગો ફરકાવે છે. લાલ કિલ્લામાં ઘુસીને પ્રદર્શનકારીઓએ તોફાનો કર્યા અને ટિકિટ કાઉન્ટરને તોડી દીધુ હતું. પોલીસે રાત્રે અહીં જગ્યા ખાલી કરાવી અને ધાર્મિક ઝંડો ઉતાર્યો હતો. આ દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube