PM મોદી કરશે મણિપુર અને ત્રિપુરાનો પ્રવાસ, 4800 કરોડની 22 યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં 4800 કરોડ રૂપિયાથી વધુની 22 વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર એકીકૃત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આ વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તેમાં ઉત્તર પૂર્વનું રાજ્ય મણિપુર પણ સામેલ છે. જેમ-જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, આ રાજ્યોના લોકો માટે ભેટનો વરસાદ થઈ રહ્યો છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર જાન્યુઆરીએ મણિપુર અને ત્રિપુરાનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં 4800 કરોડ રૂપિયાથી વધુની 22 વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર એકીકૃત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ આપી છે.
ત્રિપુરામાં વરિષ્ઠ અધિકારીએએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ત્રિપુરાના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા વ્યાપક બેઠક કરી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન મહારાજા બીર બિક્રમ એરપોર્ટના એક ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરી, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો શુભારંભ કરી અને એક જનસભાને સંબોધિત કરવાના છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. અધિકારીઓએ કહ્યું કે, ત્રિપુરા પશ્ચિમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ, જ્યાં રાજ્યની રાજધાની સ્થિત છે, તેમણે શનિવારે પીએમના કાર્યક્રમ માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. અગરતલા એરપોર્ટ પર 3400 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા ટર્મિનલ ભવનમાં 20 ચેક ઇન કાઉન્ટર, છ પાર્કિંગ બે, ચાર-યાત્રિ બોર્ડિંગ બ્રિજ અને અન્ય યાત્રિ અનુકૂળ સુવિધાઓ હશે.
30,000 વર્ગ મીટરના એક નિર્મિત ક્ષેત્રની સાથે ભવનને એક વર્ષમાં 30 લાખ યાત્રિકોને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યાંના ડીએમ દેબપ્રિયા બર્ધન અનુસાર, અહીં થનારી રેલીમાં લગભગ 25,000 લોકોના ભેગા થવાની આશા છે. કાર્યક્રમ સ્થળ પર વીઆઈપી અને વીવીઆઈપી માટે ઘણા પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ચાર જાન્યુઆરીએ અન્ય યોજનાઓની સાથે મુખ્યમંત્રી ગ્રામીણ સુરક્ષા યોજના પણ શરૂ કરશે, જે હેઠળ ગ્રામ પંચાયતોને ગામના વિકાસ માટે બજેટ ફાળવવામાં આવશે.
પાછલા મહિને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અરવિંદ સિંહે ટર્મિનલ ભવનમાં કરવામાં આવી રહેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યનો પ્રવાસ કર્યો હતો. અગરતલા એરપોર્ટની ડિઝાઇન અને નિર્માણ 1942માં ત્રિપુરાના તત્કાલીન મહારાજ બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર દેબબર્ન દ્વારા કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે