નોઇડા: ખેડૂતોને આપેલા વચનો પૂરા ન કરવા માટે કેન્દ્ર પર આરોપ લગાવતા, ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સોમવાર કૃષિ મુદ્દાઓ પર દેશભરમાં "વિશ્વાસઘાત દિવસ" ઉજવવવામાં આવશે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તાએ રવિવારે દાવો કર્યો હતો કે 9 ડિસેમ્બરે સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોના પત્રના આધારે દિલ્હીની સરહદો પર એક વર્ષથી વધુ સમયથી ચાલતો વિરોધ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ વચનો અધૂરા રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે વિશ્વાસઘાત દિવસ
રાકેશ ટિકૈતે એક ટ્વીટમાં કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોને આપેલા વચનો નકારવાના વિરોધમાં 31 જાન્યુઆરીએ દેશભરમાં 'વિશ્વાસઘાત દિવસ' મનાવવામાં આવશે. સરકારના 9 ડિસેમ્બરના પત્રના આધારે સરકારે એકપણ વચન પૂરું કર્યું નથી જેના આધારે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું.'

ભારતના નકશાની સાથે WHO એ કરી છેડછાડ! સાંસદે PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા


ખેડૂતોએ કૃષિ કાયદાનો કર્યો હતો વિરોધ
નવેમ્બર 2020 માં સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોએ દિલ્હીની સરહદો પર વિરોધ કરવાનું શરૂ કર્યું, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી. સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર ખેડૂતોએ એક વર્ષથી વધુ સમયથી પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટેની કાયદાકીય ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પર વિરોધ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021 માં વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યા કરી હતી. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ ડિસેમ્બરમાં દિલ્હીની સરહદો ખાલી કરી દીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube