ભારતના નકશાની સાથે WHO એ કરી છેડછાડ! સાંસદે PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પોતાના નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાન અને ચીનના ભાગ તરીકે દર્શાવ્યું છે. તેના પર તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને સખત વાંધો ઉઠાવ્યો છે.

ભારતના નકશાની સાથે WHO એ કરી છેડછાડ! સાંસદે PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પોતાના નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાન અને ચીનના ભાગ તરીકે દર્શાવ્યું છે. તેના પર તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને સખત વાંધો ઉઠાવ્યો છે. ડૉ. સેને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય મંચોમાં તેનો વિરોધ કરવાની માંગ કરી છે. જોકે, WHO ની સાઇટ પર બતાવેલ કોરોના વાયરસના કેસના નકશામાં કાશ્મીરને પાકિસ્તાન અને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

નકશા સાથે છેડછાડ કરી રહ્યું છે WHO
પીએમ મોદીને લખેલા પત્રમાં શાંતનુ સેને કહ્યું છે કે જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ WHO Covid19.int પર દર્શાવવામાં આવેલા વિશ્વના નકશા પર ઝૂમ કરવામાં આવ્યું ત્યારે આખું ભારત વાદળી રંગમાં બતાવવામાં આવ્યું હતું. પરંતુ જમ્મુ-કાશ્મીર માટે બે અલગ-અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, 'જ્યારે મેં વાદળી ભાગ પર ક્લિક કર્યું, ત્યારે આપણા દેશનો કોરોના સંબંધિત ડેટા દેખાયો. પરંતુ જ્યારે તમે જમ્મુ-કાશ્મીરના આ અલગ-અલગ રંગીન ભાગો પર ક્લિક કરો છો, તો મોટા ભાગ પર પાકિસ્તાનનો ડેટા અને નાના ભાગમાં ચીનનો ડેટા દેખાય છે. આ સિવાય અરુણાચલ પ્રદેશને પણ ભારતના નકશામાં અલગથી દર્શાવવામાં આવ્યું છે.

— DR SANTANU SEN (@SantanuSenMP) January 30, 2022

'સરકારે WHO સામે મુદ્દો ઉઠાવવો જોઈએ'
ટીએમસી (TMC) સાંસદે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે, તેને તાત્કાલિક સુધારવું જોઈએ અને દેશની જનતાને પૂછવું જોઈએ કે આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે છે. અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની જેમ, અમારી સરકારે તેને જોરશોરથી ઉઠાવવો જોઈએ.

'આવી ભૂલોથી ભારતીયોને દુખ પહોંચે છે'
આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાની વેબસાઈટમાં આ પ્રકારના ફીચર આપણા દેશના નાગરિકો માટે ખૂબ જ દુઃખદ છે. તેને તાત્કાલિક સુધારવું જોઈએ અને ભારતના લોકોને જણાવવું જોઈએ કે આવી ગંભીર ભૂલો ક્યારે ધ્યાનમાં લેવામાં આવી રહી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news