નવી દિલ્હીઃ કિસાન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પ્રદર્શન સ્થળ પર કોરોના વેક્સિનનો ડોઝ લેશે. તેમણે માંગ કરી કે પ્રદર્શન કરી રહેલા કિસાનોને પણ કોરોનાની રસી લગાવવામાં આવે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના પ્રવક્તાએ કહ્યુ કે, તે પણ રસી લગાવવા ઈચ્છે છે. તેમણે શરત જેવી વાત તો કહી નથી, પરંતુ એટલું જરૂર કહ્યું કે, પ્રદર્શનકારી કિસાનો અને જેલમાં બંધ કેદીઓને પણ વેક્સિન આપવી જોઈએ. તેમના નિવેદન બાદ તે અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે ટિકૈત પ્રદર્શન સ્થળ પર રસીકરણ અભિયાન ચલાવવાની માંગ રાખી છે. ટિકૈટ હાલ ગાઝીપુર બોર્ડર પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નેતા કરી રહ્યાં છે પ્રદર્શનનું નેતૃત્વ
ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને કિસાન વિરોધી જણાવતા હજારો કિસાન દિલ્હીની અલગ-અલગ સરહદ પર ધરણા આપી રહ્યાં છે. આ કિસાનો મુખ્ય રૂપે હરિયાણા અને પંજાબના કિસાન યુનિયનોની આગેવાનીમાં પ્રદર્શન કરી રહ્યાં છે. રાકેશ ટિકૈત સિવાય ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ તથા ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટી  (AIKSCC) ની કાર્યકારી સમિતિના દર્શનલ પાલ, અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહ, કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના મહાસચિવ શ્રવણ સિંહ પંઢેર, કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ તથા પંજાબ કિસાન સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નૂ, ઓલ ઈન્ડિયા કિસાન ફેડરેશનના અધ્યક્ષ પ્રેમ સિંહ ભંગૂ, સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવ અને કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂની જેવા વ્યક્તિઓ આગેવાની કરી રહ્યાં છે. 


PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- 'ટ્રાન્સફર માય કમિશન' 


દેશમાં હાલ કોવૈક્સીન અને કોવીશીલ્ડ, બે પ્રકારની રસીના ઉપયોગને મંજૂરી મળી છે. જ્યારે કેટલીક વેક્સિનને નજીકના ભવિષ્યમાં મંજૂરી મળવાની આશા છે. સંભવતઃ અન્ય રસીને મંજૂરી મળ્યા બાદ રસીકરણ અભિયાનનું વર્તુળ વધારી પ્રાથમિકતાની યાદીમાં ફેરફાર કરવામાં આવશે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube