નવી દિલ્હી: ભાઇ-બહેનના અટૂટ સંબંધ, પ્રેમ અને સમર્પણનો તહેવાર એટલે રક્ષાબંધન. આ તહેવાર ગુરૂવાર એટલે કે, 15 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર હિન્દૂ ધર્મના મોટા તહેવારોમાંથી એક છે, જે દેશભરમાં ધામધૂમ અને સંપૂર્ણ હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઇના હાથ પર રાખડી અથવા રક્ષા સૂત્ર બાંધીને તેના લાંબા જીવનની પ્રાર્થના કરે છે. ત્યારે ભાઇ તેની પ્યારી બહેનને તેના બદલામાં ભેટ અથવા ઉપહાર આપી હમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન એક સાથે
રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આઆ વખતે રક્ષાબંધન ભારતના સ્વતંત્રતા દિવસની 72મી વર્ષગાંઠના દિવસે ઉજવવામાં આવશે. આ વખતે 19 વર્ષ પછી સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો એક સાથે યોગ બન્યો છે. આ પહેલા આ સંયોગ વર્ષ 2000માં બન્યો હતો.


પૂર્ણિમાના દિવસે થશે શ્રાવણ નક્ષત્રની શરૂઆત
ગુરૂવારનો દિવસ હોવાથી તેનું મહત્વ વધી જાય છે. ગંગા સ્નાન, શિવ પૂજા અને વિષ્ણુ પૂજન કરવાથી આયુષ્ય, આરોગ્ય, વિદ્યા-બુદ્ધિ સહિત દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે આ તહેવારનું મહત્વ વધારે છે. આ સાથે જ શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ શ્રાવણ નક્ષત્રની શરૂઆત થાય છે.


નથી ભદ્ર કાળ
રક્ષાબંધનના દિવસે ભદ્ર કાળ નથી કે કોઈ પણ જાતનું ગ્રહણ નથી. આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન શુભ અને ભાગ્યશાળી છે.


પૂર્ણિમા તિથિ પ્રારંભ: 14 ઓગસ્ટ 2019ની રાત્રે 9 કલાક 15 મિનિટથી
પૂર્ણિમા તિથિ સમાપ્ત: 15 ઓગસ્ટ 2019ની રાત્રે 11 વાગીને 29 મિનિટ સુધી


આ છે શુ મહૂર્ત
માન્યતાઓ અનુસાર, રક્ષાબંધન એટલે કે બપોરે રાખડી બાંધી દેવી જોઈએ. જો બપોરનો સમય ન મળે તો સમીસાંજના સમયે રાખડી બાંધવાનો યોગ્ય સમય છે. ભદ્ર કાળમાં કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ, જો કે આ વખતે ભદ્ર કાળ નથી.


રાખડી બાંધવાનું શુભ મહૂર્ત: 15 ઓગસ્ટ 2019 ના સવારે 10 કલાક 20 મિનિટરથી રાત્રીના 8 કલાક 10 મિનિટ સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...